વસાવે રાજેશ દાહોદ
એલસીબી પોલીસે જાનૈયાઓ સ્વાંગ રચી ગુજરાત સરકારની લિસ્ટેડ બુટલેગરોની યાદીમા પ્રથમ ક્રમાંકનો બુટલેગરને ઝડપી પાડયો..
દાહોદ જિલ્લા તેમજ અન્ય જિલ્લામાં ૧૪૪ જેટલા વિદેશી દારૂના કેસોમાં વોન્ટેડ કુખ્યાત બુટલેગરને LCB એ લગ્ન પ્રસંગમાં જાનૈયાઓ બનીને દબોચ્યો…
પોલીસે ખૂબ જ કાળજપૂર્વક ઓપરેશન પાર પાડ્યો:પોલીસ અધિક્ષકે LCB ને અભિનંદન પાઠવ્યા…
દાહોદ તા .૨૯
વિદેશી દારૂના ધંધામાં કુખ્યાત બનેલા તેમજ દાહોદ, ગોધરા વડોદરા સહિત મધ્યપ્રદેશમાં પ્રોહિબિશનના ૧૪૪ જેટલા ગુનામાં સામેલ તેમજ છેલ્લા ૧૦ વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ ચાલતા આરોપીને દાહોદ એલસીબી પોલીસે જાનૈયા તરીકેનો વેશપલટો કરી ઝડપી પાડવામાં સફળતા સાંપડી છે. સાથે-સાથે દારૂના ધંધામાં કુખ્યાત ગણાતા આ આરોપીને ગુજરાત સરકારે લિસ્ટેડ બુટલેગરોની એમાં સામેલ કરવામાં આવ્યો હતો અને આ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે દસ હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું. જોકે ગઈકાલે આ આરોપી લગ્ન પ્રસંગમાં જાનમાં આવેલો હોવાની ના આધારે એલસીબી પોલીસે વેશ પલટો કરી ખૂબ જ કાળજી પૂર્વક ઓપરેશન હાથ ધરી ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના જાબવા જિલ્લાના મેઘનગર તાલુકાના ગોવાળી પતરા ના રહેવાસી દારૂની હેરફેરમાં કુખ્યાત ગણાતા પિદિયા રત્નાભાઈ સંગાડીયા છેલ્લા દસ વર્ષથી વિદેશી દારૂની હેરફેરમાં વાયલો હોવાથી પોલીસ ચોપડે વોન્ટેડ હતો. 10 વર્ષના ગાળામાં ઉપરોક્ત આરોપી દાહોદ જિલ્લામાં દાહોદ , કતવારા સુખસર લીમડી ફતેપુરા ધાનપુર લીમખેડા ગોધરા વડોદરા તેમજ મધ્યપ્રદેશના મેઘનગર સહિતના પોલીસ મથકોમાં કુલ 144 જેટલા કેસોમાં પોલીસ ચોપડે નોંધાયેલો હતો. જેના પગલે ગુજરાત સરકારે બુટલેગરને લિસ્ટેડ બુટલેગરોની યાદીમાં પ્રથમ ક્રમાંક કે મૂક્યો હતો. અને આ આરોપી પર 10000 રૂપિયા નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
*છેલ્લા દસ વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ 144 જેટલા વિવિધ ગુનાઓમાં વોન્ટેડ હતો.*
મેઘનગર ગોવાળી પતરાનો પીદિયા સંગાડા છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશી દારૂના ધંધામાં પ્રખ્યાત બન્યો હતો. એટલું જ નહીં. પિદિયા સંગાડા છેલ્લા દસ વર્ષમાં દાહોદ જિલ્લાના કતવારા માં ૬૦, દાહોદ ગ્રામ્ય પોલીસ મથકમાં ૩૬, દાહોદ એ ડિવિઝનમાં ૧૪, બી ડિવિઝનમાં ૩, સુખસરમાં ૧,લીમડીમાં ૪, લીમખેડામાં ૬, બારીયામાં ૨, પીપલોદમાં ૨ , પંચમહાલમાં ૯ તેમજ વડોદરામાં ૧ તેમજ મધ્યપ્રદેશના મેઘનગરમાં ૨ ગુનાઓ મળી ફૂલ ૧૪૪ ગુનાઓમાં પોલિસ ચોપડે વોન્ટેડ હતો.
*ગુજરાત સરકારે પિદિયા સંગાડાને બૂટલેગરોની હિટ લિસ્ટમાં પ્રથમ ક્રમાંકે મૂક્યો: 10,000 નું ઇનામ જાહેર કર્યું*
દારૂના ધંધામાં માંધાતા બનેલો ગોવાળી પતરાનો પિદિયો આમ તો ઓછો ભણેલો પરંતુ વિદેશી દારૂના ધંધામાં આવ્યા પછી અઢંગ ખિલાડી બની ગયેલા પિદિયાએ એના આસપાસ બાતમીદારોનો માયાજાળ પાથરી દીધો હતો. એટલું જ નહીં છેલ્લા દસ વર્ષમાં ઉપરાંત આસપાસના જિલ્લાઓમાં પોલીસ સ્ટેશનમાં છેલ્લા દસ વર્ષથી વોન્ટેડ હતો. આ ઉપરોક્ત આરોપીને પકડવા માટે અગાઉ પોલીસે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેના બાતમીદારોના સ્ટ્રોંગ નેટવર્કના આધારે પોલીસને હાથતાળી આપવામાં સફળ રહ્યો હતો. જેના પગલે એક બે નહીં પરંતુ ૧૪૪ જેટલા ગુનાઓમાં વોન્ટેડ જાહેર થઈ ગયો હતો. આટલા બધા પ્રોહિના ગુનામાં વોન્ટેડ બનેલાં આ પિદિયા સંગાડાને ઝડપી પાડવા રાજ્ય સરકારે લિસ્ટેડ બુટલેગરોની પ્રથમ ક્રમાંકે સામેલ કર્યો હતો. સાથે સાથે ઉપરોકત બુટલેગરના માથે ૧૦ હજાર નો ઇનામ પણ જાહેર કર્યો હતો.
*એલસીબી પોલીસે જાનૈયાઓનો સ્વાંગ રચ્યો: ડીજેના તાલે જાનમાં સામેલ થઈ પીદિયાને દબોચ્યો..*
છેલ્લા કેટલાય વર્ષોથી પોલીસના હાથતાળી આપી અસંખ્ય ગુનામાં વોન્ટેડ બનેલા પીદિયા સંગાડાને ઝડપવો પોલિસ માટે મોટો પડકાર હતો. જોકે ગમે તે સંજોગે આ વોન્ટેડ પિદીયાને ઝડપી પાડવા કટિબદ્ધ બનેલી દાહોદ પોલીસ છેલ્લા ઘણા સમયથી સક્રિય બનેલી હતી તેવામાં પિદિયા સંગાડા દાહોદ તાલુકાના ખરોદા ગામમાં સબંધીના ત્યાં જાનમાં હાજરી આપવા આવતો હોવાની બાતમી એલસીબી પોલીસના પીઆઇ કે.બી.ડિંડોરને મળતાં જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીનાના નિર્દેશ અનુસાર એએસપી જગદીશ બાંગરવાના માર્ગદર્શનમાં એક એક્શન પ્લાન બનાવ્યો જેમાં એલસીબી પીઆઈ કે.બી.ડિંડોર, પીએસઆઈ ધનેશા, તેમજ પીએસઆઈ ડામોર તથા એલસીબી પોલીસના જવાનોએ જાનમાં સામેલ થવા જાનૈયાઓનો સ્વાંગ રચ્યો હતો.જેમાં પોતાનો ડીજે સાથે રાખી જાનમાં સામેલ થયા અને નાચતા ગાતા જેવી જાન આલની તળાઈ જંગલ ના રસ્તે પસાર થઈ રહી હતી તે સમયે એલસીબી પોલીસે પિદિયા સંગાડાને દબોચી લેવામાં સફળતા સાંપડી હતી. આમ તો પિદિયા સંગાડા ખૂબ જ હોશિયાર હોય બાતમીદારોના જોરે પોલિસ પકડથી છેલ્લા કેટલાય વર્ષોથી વોન્ટેડ હતો. પરંતુ પોલિસે સમગ્ર ઓપરેશન ખૂબ જ ગુપ્ત રીતે અને કાળજીપૂર્વક અમલમાં મૂકી વિદ્યા સંગાડા ના બાતમીદારોના નેટવર્ક ને ક્રેક કરી દબોચી લીધો હતો..
