બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન ખાતે આજરોજ માસિક મીટિંગ શ્રી આર. ડી. ડામોર સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.

Editor Dahod Live
1 Min Read

વસાવે રાજેશ દાહોદ 

બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન ખાતે આજરોજ માસિક મીટિંગ શ્રી આર. ડી. ડામોર સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.

દાહોદ તા.૨૮

       પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ ખાતે આજે બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન ખાતે માસિક મીટિંગ શ્રી આર. ડી. ડામોર સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. તેમાં મંત્રી શ્રી સી.આર. સંગાડા સાહેબ, ટ્રસ્ટી મંડળના સભ્યો અને મેનેજમેન્ટ ટીમના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં હાલમાં નિવૃત્ત થયેલા એક્ઝીક્યુટીવ એન્જીનીયર અને ભવનના ટ્રસ્ટી શ્રી રમણલાલ ડી. ડામોર સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું. લગ્ન બંધારણનો સંપૂર્ણપણે અમલ કરનાર નિવૃત્ત અધિક કલેકટર અને ભવનના કન્વીનર શ્રી આર. એસ. પારગી સાહેબ અને જાગૃતિબેનનું સન્માન કરવામાં આવ્યું હતું. દાહોદ ખાતે યોજાયેલા સમૂહ લગ્નમાં ઉમદા ભૂમિકા અદા કરનાર ભવનના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ બારીયા ગુરૂજીનું સન્માન કરવામાં આવ્યું હતું. મિટિંગની એજન્ડા મુજબની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ભવન દ્વારા આમંત્રિત અમદાવાદથી ગુજરાત કલ્યાણી ટ્રસ્ટના શ્રી મહેશભાઈ ભુસારા સાહેબ પધાર્યાં હતા. ભવન દ્વારા તેઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી ભૂસારા સાહેબે પોતાનું વકતવ્ય આપ્યુ હતુ. સમાજ વત્સલ સંવાદ કર્યો હતો.

Share This Article