
રાહુલ ગારી ગરબાડા
ધાનપુર પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને પોલીસે દબોચી જેલ હવાલે ધકેલ્યો
ગરબાડા તા.29
ધાનપુર તાલુકાના ગઢવેલ ગામનો દારૂના ગુન્હામાં સંડોવયેલ આરોપી ધાનપુર પોલીસ મથકે દાખલ ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને તેના ઘરેથી દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી, ધાનપુર પોલીસ મથકના અલગ અલગ ગુન્હામાં સંડોવયેલ આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટિમો બનાવી સ્ટાફના કર્મચારીઓ સાથે પોલીસ સધન પેટ્રોલિંગ હાથ ધરી વ્યૂહાત્મક કામગીરી હાથ ધરી રહી છે જેના ભાગરૂપે ધાનપુર પોલીસ મથકના નોંધાયેલા દારૂના ગુન્હામાં સંડોવાયેલ આરોપી સરદારભાઈ બારીયાએ ગામ ગઢવેલ પોતાના ઘરે હોવાની પોલીસને બતમીમલી હતી અને બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી રેડ દરમિયાન પોલીસે તેને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી હતી આમ પોલીસને ફરાર આરોપીને પકડવામાં સફળતા સાંપડી હતી આમ પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી જેલ હવાલે ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..