
રાજેન્દ્ર શર્મા :- ગ્રુપ એડિટર
ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ SMC ની ટીમ ઉપર ફાયરિંગ કરનાર ભીખા રાઠવા આણી બુટલેગર સિન્ડિકેટ સામે બુલડોઝર બાબા જેવા સખ્ત આદેશો આપવા જાેઈએ !
ગોધરા તા.૧૨
ગુજરાતમાં ચુસ્ત દારૂબંધીના અમલની ફરજાેમાં તહેનાત ખુદ પોલીસ તંત્ર સલામત નથી ના બુટલેગરોના આતંક સામે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંધવીએ હવે બુલડોઝર બાબા બની ને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ઉપર ૭ થી વધારે ખાનગી ફાયરીંગ કરીને જીવલેણ હુમલાના ઘડાયેલા પૂર્વ યોજીત પ્લોટના મુખ્ય સૂત્રધાર મીઠીબોરના કુખ્યાત બુટલેગર ભીખા રાઠવા આણી મંડળી સામે સખ્ત કાર્યવાહીઓ હાથ ધરવાઓના આદેશો આપીને ગેરકાયદે શરાબના વ્યાપારમાંથી કરોડો રૂપિયાના ઉભા કરેલા સામ્રાજ્યો ને કાયદાના સકંજામાં લેવાની કાર્યવાહીઓ શરૂ કરોના પોલીસ તંત્રને સખ્ત આદેશો આપવા જાેઈએ એમ ખુદ પોલીસ તંત્રના કર્મચારીઓ જ અંદરખાને ઈચ્છિરહ્યા છે એટલા માટે કે મધ્યપ્રદેશના અંતરીયાળ માર્ગ સાથે જાેડાયેલ દાહોદ જિલ્લાના સાગતાડા પોલીસ મથક દ્વારા ઉભી કરવામાં આવેલ ચેકપોસ્ટ ઉપરથી જાે ગેરકાયદે શરાબનો જથ્થો ભરેલા વાહનો કે ખેપો મારતી મોટરસાયકલને ચેકપોસ્ટ ઉપર ના પોલીસ કર્મચારીઓ અટકાવવાનો પ્રયાસ કરે તો મીઠીબોરના માથાભારે બુટલેગર ભીખા રાઠવા આણી મંડળી બંદૂકના નાળચે ધાકમકીઓથી ચેક પોસ્ટ ની આડસો દૂર કરીને શરાબના વાહનો પસાર કરાવતા હોવાના ખબરોથી પોલીસ તંત્રના સત્તાધીશો ના મૌનને લઈને બુટલેગરો હવે બેફામ બન્યા હોવાની ચર્ચાઓ ઊભી થવા પામી છે.
દેવગઢ બારીઆ તાલુકાના આંતરિયાળ એવા પાંચિયાસાળ ગામ પાસે મંગળવાર ની મોડી રાત્રે વિદેશી શરાબ નો જંગી જથ્થો ભરેલ બે ગાડીઓને આતરનાર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ઉપર મીઠીબોર ગામના કુખ્યાત બુટલેગર ભીખા રાઠવા અને હુમલાખોર મંડળીના કાફલાએ જીવલેણ હુમલો કરીને ૭ રાઉન્ડ ખાનગી ફાયરિંગ સાથે શરાબ ભરેલ ગાડીઓ છોડાવીને ભાગી ગયા હોવાની આ ઘટનાના સમગ્ર ગુજરાતના પોલીસ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાતો ઊભા થવા પામ્યા છે જાે કે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ઉપર બુટલેગર ભીખા રાઠવા એ ખાનગી ફાયરિંગ સાથે કરેલા આંતકી પૂર્વયોજિત હુમલા થી સ્તબ્ધ થઈ ગયેલ દાહોદ જિલ્લા પોલીસ તંત્રની તપાસ ટીમો મીઠીબોર ગામે સરહદી મધ્યપ્રદેશના ગામોમાં ભીખા રાઠવા ને ઝબ્બે કરવા માટે સર્ચ અભિયાન હાથ ધર્યું હોવાનું કહેવાય છે.
ગુજરાત પોલીસ વડા ને SMC ની ટીમે હુમલા સંદર્ભમાં ગુપ્ત અહેવાલ સુપ્રત કર્યો હોવાની ચર્ચાઓ !
પાંચિયાસાળ ગામ પાસે મંગળવાર ની મોડી રાત્રે કુખ્યાત બુટલેગર ભીખા રાઠવા ના ખાનગી ગોળીબાર સાથેના જીવલેણ પૂર્વ યોજીત હુમલાના જીવ બચાવવા માટે સર્વીસ રિવોલ્વર માંથી ૪ રાઉન્ડ વળતો ગોળીબાર કરનાર સ્ટેટ મોનિટરિંગના ટીમ ના પી.આઈ. આર.એસ.પટેલે બુટલેગરો ના આ કરતુકો વિરુદ્ધમાં રાજ્ય પોલીસ વડા ને અહેવાલ સુપ્રત કર્યો હોવાનું કહેવાય છે. એમાં ગુજરાતના પ્રવેશદ્વાર કહેવાતા શરહદી દાહોદ જિલ્લાના અંતરિયાળ માર્ગો ઉપરથી ગુજરાતમાં ગેરકાયદે શરાબના જંગી જથ્થા નો ગેરકાયદે વ્યાપાર કરનારા બુટલેગરોના સિન્ડિકેટ ચહેરાઓના કરતુંકો અને લાઈન સેટ કરવાના પ્રભાવો ની આડ અસરોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. જાેકે ભિખા રાઠવાના પોલીસ તંત્રની ટીમ ઉપર કરવામાં આવેલા હુમલાને લઈને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના કાફલાએ પણ ભીખા રાઠવા ને ઝબ્બે કરવાનું અભિયાન હાથ ધર્યું છે.