
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકા ની 137 આંગણવાડીમાં કેન્દ્ર ઉપર પતંગ પર સુત્રો લખી આકાશમાં ઉડાવ્યા.
સંજેલી કોટા સહીત તાલુકા ખાતે પૂર્ણા ઉડાન કાર્યક્રમ અંતર્ગત કાઇટ ફેસ્ટિવલની ઉજવણી કરાઈ.
સંજેલી તા.13
સંજેલી સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી સીડીપિયો, મુખ્ય સેવિકા ડી.બી રાઠોડ તેમજ સરપંચ,કાર્યકર બહેનોની ઉપસ્થિતિમાં પૂર્ણ ઉડાન કાર્યક્રમ અંતર્ગત કાઈટ ફેસ્ટિવલની ઉજવણી કરાઈ.કિશોરીયો પુર્ણા યોજના અંતર્ગત પતંગ પર સુત્રો ખીલશે કિશોરી શક્તિ, લાવો પૂર્ણ શક્તિ, થનગન અને પતંગ આભમાં અને પૂર્ણ ગુજરાતમાં, પાંડુ રોગ મુક્ત ગુજરાત, સ્વસ્થ રહેવાનું એક સૂત્ર પોષણ અને સ્વચ્છતા ની પકડવી જેવા અનેક સૂત્રો પતંગ પર લખી આકાશમાં ઉડાવેલ તેમજ કોટા ગામના સરપંચ દ્વારા આંગણવાડી કેન્દ્રના તમામ બાળકોને પતંગનું વિતરણ કરવામાં આવ્યું. બાળકો અને કિશોરીઓ સાથે પતંગઉત્સવની ઉજવણી કરવામાં કરવામાં આવી હતી.