Tuesday, 22/10/2024
Dark Mode

દાહોદ તાલુકાના ખંગેલા આંતરરાજ્ય બોર્ડર પરથી પોલીસે બીલ આધાર પુરાવા વગરની ખાતરનો જથ્થો ભરેલો 407 ટેમ્પો ઝડપ્યો..

December 1, 2022
        378
દાહોદ તાલુકાના ખંગેલા આંતરરાજ્ય બોર્ડર પરથી પોલીસે બીલ આધાર પુરાવા વગરની ખાતરનો જથ્થો ભરેલો 407 ટેમ્પો ઝડપ્યો..

દાહોદ તાલુકાના ખંગેલા આંતરરાજ્ય બોર્ડર પરથી પોલીસે બીલ આધાર પુરાવા વગરની ખાતરનો જથ્થો ભરેલો 407 ટેમ્પો ઝડપ્યો..

દાહોદ.તા.૦૧

દાહોદ તાલુકાના ખંગેલાથી બીલ કે આધાર પુરાવા વગેરે ઝાલોદના પેથાપુર ગામે ટાટા ૪૦૭ ટેમ્પોમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતો સબસીડાઈ જ નીમ કોટેડ યુરીયા ખાતરની રૂપિયા ૨૬ હજાર ઉપરાંતની કિંમતની ૧૦૦ થેલીઓ ખરોદા ગામે નવાવાસ ખાતે ચેકપોસ્ટ ઉપર ફરજ પરના નાયબ ખેતી નિયામકે પકડી પાડી ફરિયાદ નોંધાવતા દાહોદ તાલુકા પોલિસે ૪૦૭ ટેમ્પોનો ચાલક, ખાતર મંગાવનાર તથા ખાતર વેંચાતું આપનાર મળી ત્રણે જણા વિરૂધ્ધ ગુનો નોંધ્યાનું જાણવા મળ્યું છે.

રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના સજ્જનગઢ તાલુકાના ડુંગરા ગામના વિઠ્ઠલભાઈ રમેશચંદ લબાના પોતાના કબજાના આર જે. ૦૩ જી.એ-૭૨૧૭ નંબરના ટાટા ૪૦૭ ટેમ્પોમાં ખંગેલા ગામના એક વ્યક્તિએ ખંગેલાથી કોઈપણ પ્રકારનું બીલ કે આધાર પુરાવા વગર ગેરકાયદેસર રીતે રૂા. ૨૬,૬૫૦ની કુલ કિંમતની સબડીડાઈજ નીમ કોટેડ યુરીયા ખાતરની થેલીઓ નંગ-૧૦૦ ભરી લઈ જતો હતો તે વખતે બપોરના દોઢેક વાગ્યાના સુમારે ખરોદા ગામે નવા વાસ ખાતે ઉભી કરવામાં આવેલ ચેકપોસ્ટ પરથી નીકળતાં જ ચેકપોસ્ટ પર ચેકીંગ માટે ઉભેલા દાહોદ નાયબ ખેતી નિયામકની કચેરીના અર્પિતકુમાર પારસીંગભાઈ ભુરીયાએ ટેમ્પો રોકી તલાસી લઈ ટેમ્પોમાં મૂકેલ યુરીયા ખાતરની ૧૦૦ થેલીઓ પકડી પાડી તેના બીલ તેમજ આધાર પુરાવાની માંગણી કરતા ટેમ્પો ચાલક પુરાવા રજુ ન કરતા સદર માલ ઝાલોદના પેથાપુર ગામના ભુંડીયા ભાઈ મોતીભાઈ લબાનાએ મંગાવ્યો હોવાનું જણાવતાં અર્પીતકુમાર ભુરીયાએ દાહોદ તાલુકા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ મામલે ટેમ્પોના ચાલક ખાતર મંગાવનાર તથા ખાતર મોકલનાર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!