રાજેશ વસાવે, દાહોદ
દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, માજી સૈનિક સંગઠન તેમજ રાધે રાધે ગ્રુપ ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ.
દાહોદ તા.૧૩
દાહોદ ખેતીવાડા ઉત્પન્ન બજાર સમિતિ, માજી સૈનિક સંગઠન, દાહોદ અને રાધે રાધે ગ્રૃપ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગતરોજ આઝાદી કા અમૃત મહોત્વ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રાનું દાહોદ શહેરમાં આયોજન કરવામાં આવેલ છે. આ તિરંગા યાત્રામાં ૧૫૫૧ ફુટના ધ્વજ સાથે તિરંગા યાત્રા દાહોદ શહેરના વિવિધ માર્ગાે પર ફરનાર છે.
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં અનેક કાર્યક્રમો થકી ઠેર ઠેર તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. દાહોદ જિલ્લામાં પણ આઝાદી કા અમૃત મહોત્સવની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અને ઠેર ઠેર તિરંગા યાત્રા પણ કાઢવામાં આવી રહી છે ત્યારે દાહોદ શહેરમાં તારીખ ૧૪મી ઓગષ્ટના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, માજી સૈનિક સંગઠ, દાહોદ અને રાધે રાધે ગ્રૃપ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ૧૫૫૧ ફુટ લાંબા તિરંગા સાથે દાહોદ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવનાર છે. આ તિરંગા યાત્રા દાહોદ શહેરના એપીએમસી ગેટ નંબર ૧ થી શરૂં થઈ સરદાર ચોક, પડાવ, નેતાજી બજાર, ગાંધી ચોક નગરપાલિકા, મહાત્મા ગાંધી રોડ, ગોવર્ધન ચોક તળાવ સૈફી હોસ્પિટલ, ભગીની સમાજ, વિવેકાનંદ ચોક બસ સ્ટેશન રોડ, ઝાલોદ રોડ, ઓવર બ્રિજ, ગોદી રોડ, ચાકલીયા રોડ અંડર બ્રિજ, ઠક્કરબાપા ચોક, આર્શિવાદ ચોક, ગોવિંદનગર, એ.પી.એમ.સી. સર્કલ, મંડાવ ચોક, રળીયાતી ચોક થઈ પરત ખેડીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ગેટ નંબર ૩ પર ફરી તિરંગા યાત્રા સંમ્પન્ન થનાર છે. આ કાર્યક્રમમાં અનેક મહાનુભવો પણ હાજર રહેનાર છે.
