Wednesday, 05/02/2025
Dark Mode

આદિવાસીના ખોટા પ્રમાણપત્રો રદ કરવા બાબતે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિદ્વારા રાષ્ટ્રપતિને સંબોધતુ આવેદનપત્ર દાહોદ પ્રાંત અધિકારીને પાઠવ્યો

આદિવાસીના ખોટા પ્રમાણપત્રો રદ કરવા બાબતે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિદ્વારા રાષ્ટ્રપતિને સંબોધતુ આવેદનપત્ર દાહોદ પ્રાંત અધિકારીને પાઠવ્યો

જીગ્નેશ બારીઆ/દીપેશ દોષી @ દાહોદ

દાહોદ તા.૨૯
સરકારી ભરતીમાં યોગ્યતાને અન્યાય ન થાય તેમજ આદિવાસીના ખોટા પ્રમાણપત્રો રદ થાય તેવી જાગવાઈનો અમલ થવા બાબતે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ (અનુ.જાતિ.વિભાગ) દ્વારા આજરોજ ભારત દેશના રાષ્ટ્રપતિને સંબોધતુ એક આવેદનપત્ર દાહોદ પ્રાંત અધિકારીને સુપરત કરવામાં આવ્યું હતું.

દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ (અનુ.જાતિ.વિભાગ) દ્વારા દાહોદ પ્રાંત અધિકારીને આપવામાં આવેલ દેશના રાષ્ટ્રપતિને સંબોધતા આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, સરકારી જગ્યાઓની ભરતી અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ અને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે ભરતીની જાગવાઈઓ બંધારણીય જાગવાઈઓ પ્રમાણે કરવાની સરકારની નિતી રહેલ છે એટલે કે, અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ અને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે નિયત કરેલ અનમાતની ટકાવારી પ્રમાણે જગ્યાઓ ભરવાની ફરજીયાત છે જેમાં નિયત થયેલ ટકાવારી પ્રમાણે ભરતી કરતી વખતે જે ઉમેદવારો મેરીટામં જનરલ કટ – ઓફ માર્કસ આવતાં હોય તેમને જનરલ કેટેગરીમાં ગણ્યા બાદ જનરલ કેટેગરીના મેરીટ પછી અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ અને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારની ભરતી કરવાની થતી હોય એટલે એસ.સી., એસ.ટી. અને ઓબીસી જે ઉમેદવારો મેરીટમાં જનરલ કરતાં આગળ હોય તેમને સામાન્ય મેરીટમાં જ ગણતરી કરવાની થાય અને ત્યાર બાદ રિર્જવ કેટેગરીના ઉમેદવારોને તેમની અનામત ટકાવારી પ્રમાણે ઉમેદવારોને તક આપવાની જાગવાઈ બંધારણના આર્ટિકલ – ૧૬ (૪) મુજબની છે તેવી દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિની સમજ વચ્ચે આર્ટિકલ ૧૬ (૪) ની જાગવાઈઓનો ભંગ થતો હોવા ઉપરાંત નામદાર સર્વાેચ્ચ અદાલતે પણ મેરીટને ડીનાઈ નહી કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હોવાનું આવેદન પત્રમાં જણાવ્યું હતુ. આ ઉપરાંત અનુસુચિત જન જાતિમાં અમુક જાતિનો સમાવેશ કરીને આદિવાસી હોવાના ખોટા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હોવાના અને તેમને સરકારી નોકરીના લાભ આપવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે આદિવાસીઓ સાથે અન્યાય થતો હોવાનું જણાવ્યું હતુ.
———————————————————————————

error: Content is protected !!