Wednesday, 04/12/2024
Dark Mode

એનઆરસીબિલના વિરોધમાં ભારતબંધના એલાનને સંતરામપુરમાં મિશ્ર પ્રતિસાદ:લઘુમતી વિસ્તારોને બાદ કરતા અન્ય વિસ્તારો રાબેતા મુજબ ધમધમતા રહ્યા

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.29

સંતરામપુર નગરમાં મુસ્લિમ સમાજ દ્વારા એનઆરસી ના વિરોધમાં લઘુમતી સમાજે આજે બંધ પાડ્યો હતો સંતરામપુર નગરમાં આજરોજ લઘુમતી સમાજ દ્વારા એનઆરસી  બિલના વિરોધમાં સવારથી સમસ્ત મુસ્લિમ સમાજે ધંધા રોજગાર બંધ રાખેલા હતા.એનઆરસીના બિલ વિરોધમાં  દેશ વ્યાપી બંધમાં સંતરામપુર નગરના લઘુમતી સમાજ પણ જોડાયા હતા અને સમર્થન આપ્યું હતું નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન અર્થ હતો એનઆરસીને લઈને દેશભરમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે તેના વિરોધમાં વિવિધ મુસ્લિમ સંગઠનો દ્વારા અપાયેલા દેશવ્યાપી બંધની સમર્થન આપવામાં આવ્યું હતું સંતરામપુરના હુસેનીચોક ગોધરા ભાગોળ લુણાવાડા રોડ બસ સ્ટેન્ડ ચારસતા સંતરામપુરના દરેક વિસ્તારમાં આજે લઘુમતી સમાજ દ્વારા એનઆરસી બિલનો વિરોધ કરીને આજરોજ સંપૂર્ણ બંધ પાળવામાં આવ્યો હતો.

error: Content is protected !!