દાહોદમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં: 70 કિલોથી વધુ નો જથ્થો જપ્ત:ચાર હજાર ઉપરાંતના રકમની દંડની વસૂલાત કરાઈ..

Editor Dahod Live
1 Min Read

દાહોદમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં: 70 કિલોથી વધુ નો જથ્થો જપ્ત:ચાર હજાર ઉપરાંતના રકમની દંડની વસૂલાત કરાઈ..

દાહોદ તા.૦૭

દાહોદ શહેરમાં નગરપાલિકા દ્વારા સીંગલ યુઝ પ્લાસ્ટીકનો ૭૦ કિલોથી વધુનો જથ્થો ઝડપી પાડી વેપારીઓ પાસેથી કુલ રૂા. ૪૦૦૦ થી વધુના દંડની વસુલાત કરી હોવાનું જાણવા મળે છે.

સરકાર દ્વારા સીંગલ યુઝ પ્લીસ્ટીક ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ત્યારે દાહોદ શહેર સહિત જિલ્લામાં ઘણા વેપારીઓ દ્વારા હાલ પણ સીંગલ યુઝ પ્લાસ્ટીકનું વેચાણ કરતાં અને રાખતાં હોવાની માહિતી દાહોદ નગરપાલિકાને મળતાં આજરોજ દાહોદ નગરપાલિકાના સત્તાધિશોએ દાહોદ શહેરમાં આવેલ શાક માર્કેટ અને ફ્રુટ માર્કેટ ખાતે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવી હતી જેમાં વેપારીઓ પાસેથી ૭૦ કિલોથી વધુ પ્લાસ્ટીકનો જથ્થો પાલિકાએ ઝડપી પાડી વેપારીઓ પાસેથી કુલ રૂા. ૪૦૦૦થી વધુની રકમનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો ત્યારે બીજી તરફ નગરપાલિકા દ્વારા શહેરમાં અન્ય સ્થળોએ પણ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરે તો વધુમાં વધુ સીંગલ યુઝ પ્લાસ્ટીકનો જથ્થો મળે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે. આજની પાલિકાની ટીમના ધામાને પગલે વેપારીઓમાં ફફડાટ પણ ફેલાઈ જવા પામ્યો હતો.

——————————–

Share This Article