
ફતેપુરા ,શબ્બીરભાઈ સુનેલવાલા
પાટવેલ રોડ પર પોલીસ સ્ટેશન નજીક લીમડાનું વૃક્ષ થયું ધરાશય એક મહિલા સહિત બે લોકો થયા ઈજાગ્રસ્ત.
વર્ષો જૂનો લીમડા નું તોતિંગ વૃક્ષ ધરા સહી થતા થોડો સમય માટે વાહવ્યવહાર ખોરવાયો.
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા પાટવેલ રોડ પર પોલીસ સ્ટેશનની નજીક વર્ષો જૂનું ઘટાદાર વૃક્ષ ધરાશય થતા અફડા તફરીનો માહોલ સર્જાયો હતો પોલીસ ઘટનાએ સ્થળે પહોંચી પહોંચી વૃક્ષ હટાવવાની અને વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરવા માટેની કામગીરી હાથ ધરી હતી લીમડાનું તોતીઞ વૃક્ષ ધરાશય થતા વાહન શાકભાજીની લારી તેમજ પકોડીની લારી ને નુકસાન થવા પામ્યું હતું ત્યારે ફળફળાદી નો વેપાર કરતાં વેપારીનો આબાદ બચાવ થવા પામ્યો હતો વૃક્ષ ધરાશાય થતાં વાહન વ્યવહાર થોડાક સમય માટે ખોટવાય જવા પામ્યો હતો લીમડા નું વૃક્ષ ધરાશય થઈ તથા એક મહિલા સહિત બે લોકો ઈજાગ્રસ્ત થવા પામ્યા હતા તેઓને 108 દ્વારા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા