કલ્પેશ શાહ :- સિંગવડ
સીંગવડ તા.31
સીંગવડ તથા બાંડીબાર મુકામે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી બી.એ.પી.એસ દ્વારા વ્યસન મુક્તિ માટે રેલી સ્વરૂપે પ્રચાર કરવામાં આવ્યો.
સીંગવડ તથા બાંડીબાર ગામે તોયણી સ્વામિનારાયણ મંદિર ક્ષેત્રના બાળ કાર્યકરો તથા હરિભક્તો દ્વારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ તથા ૩૧મી રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ ડેની ઉજવણીના ભાગરૂપે સીંગવડ તથા બાંડીબાર ગામે રેલી સ્વરૂપે વ્યસનમુક્તિ માટે પ્રચાર કરવામાં આવ્યો જ્યારે હાલ વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજનો સતાબ્દી વર્ષ ચાલતું હોય અને સ્વામિનારાયણ અક્ષરધામ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ ની જીવન સૂત્ર હતું કે “બીજાના ભલામાં આપણું ભલું છે” બીજાના સુખમાં આપણું સુખ છે” આ જીવનકાળમાં તેમને ૪૦ લાખથી વધુ લોકોને વ્યસન મુક્ત કર્યા હતા તેમની પ્રેરણા બીએપીએસ સંસ્થા દ્વારા દેશ-વિદેશ માં 15 લાખથી વધારે વૃક્ષોનું નું વાવેતર અને સવંદન થયું છે પ્રગટ ગુરુ હરીમહંતસ્વામી મહારાજ ની આજ્ઞાથી બીએપીએસ સંસ્થાના 16000 બાળકોના 4200 વૃંદ ઉનાળુ વેકેશનમાં વ્યસનમુક્તિ અભિયાનમાં જોડાયા હતા જ્યારે ઘર ઓફિસ ફેક્ટરી બસ સ્ટેશન જાહેર સ્થળો વગેરે જગ્યાએ ફરી ને બાળકો દ્વારા ૧૪ લાખ જેટલા લોકોને વ્યસનમુક્તિ માટે વ્યક્તિગત સંપર્ક કર્યો હતો જ્યારે દેશભરમાં યોજવામાં આવેલા વ્યસનમુક્તિ માં વ્યવસ્થિત થતું નુકસાન ની વિગતવાર બાળકો દ્વારા સમજૂતી આપવામાં આવી હતી તેનાથી ચાર લાખ લોકો આજીવન વ્યસન મુક્ત રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી આ રીતે તોયણી સ્વામિનારાયણ ક્ષેત્ર ના બાળ કાર્યકરો તથા હરિભક્તો દ્વારા વ્યસન મુક્તિ માટે રેલી સ્વરૂપે ફરીને લોકોને વ્યસન મુક્ત માટે સમજણ આપવામાં આવી હતી