ઝાલોદ તાલુકાના રામપુરા ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત 50 હજારની માલમત્તા પર હાથફેરો કર્યો

Editor Dahod Live
1 Min Read

ઝાલોદ તાલુકાના રામપુરા ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત 50 હજારની માલમત્તા પર હાથફેરો કર્યો

દાહોદ તા.૧૭

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રામપુરા ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી સોના – ચાંદીના દાગીના મળી કુલ રૂા. ૪૯,૬૦૦ની મત્તાનો હાથફેરો કરી લઈ નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

ગત તા.૧૫મી મેના રોજ રામપુર ગામે રહેતાં સંજયભાઈ રામાભાઈ સંગાડાના બંધ મકાનને અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવ્યું હતું અને મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કર્યાેં હતો. મકાનમાં મુકી રાખેલ તિજાેરી તોડી અંદરથી ચાંદીના ભોરીયા, ચાંદીના મંગળસુત્ર, ચાંદીની સાંકળી, ત્રણ મઠીયા, સોનાની વાળીઓ વિગેરે મળી કુલ રૂા. ૪૯,૬૦૦ની મત્તાનો હાથફેરો કરી તસ્કરો નાસી જતાં આ સંબંધે સંજયભાઈ રામાભાઈ સંગાડા દ્વારા ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————————-

Share This Article