દેવગઢ બારિયા તાલુકાના સીંગેડી ગામે ગમ્ખવાર માર્ગ અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ટ્રકના ચાલકે એક મોટરસાઇકલ પર સવાર એક બાળક સહિત ચાર જણાને ટક્કર મારી લાંબે દૂર સુધી ઘસડી લઈ જતા બાળક સહિત ત્રણના મોત નિપજ્યાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં એક પછી એક માર્ગ અકસ્માતના બનાવમાં દિનપ્રતિદિન વધારો નોંધાવ્યો છે તેમજ વાહનચાલકો પણ પોતાના વાહનો પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતા માર્ગ અકસ્માતના બનાવમાં વધારો થયો છે ત્યાં તેવા સમયે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સીંગેડી ગામે એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સામેથી આવતા જ મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લાના રાણાપુર ગામે રહેતા અને મોટરસાઈકલ પર બેસી પસાર થઈ રહેલા એક બાળક સહિત ચાર જણાંએ જોશભેર ટકકર મારતા ચારે જણા દુર સુધી ફંગોળાતા હતા જેને પગલે નાનું બાળક, એક મહિલા એમ બે જણાનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું જ્યારે બે ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા જ્યાં વધુ એકનું મોત નિપજતા દેવગઢ બારીયા તાલુકા સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે આ માર્ગ અકસ્માતમાં ટ્રકનો ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયાનું જાણવા મળે છે વધુમાં એક જ પરિવારના ત્રણના મોત ને પગલે પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તપાસ હાથ ધરી ટ્રક ચાલકને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.