રાજેન્દ્ર શર્મા/ દીપેશ દોષી @ દાહોદ
દાહોદ તાલુકાના છાપરી હાઇવે નજીકથી પસાર થતી ગુજરાત ગેસની પાઈપલાઈનમાં ધડાકા આગ ફાટી નીકળી, પ્રચંડ ધડાકા સાથે લાગેલી આગમાં ઘટનાસ્થળે મોટો ખાડો પડ્યો, આગની લપટોમાં એમજીવીસીએલની 11 કેવીની ની વીજલાઇન બળીને ભસ્મીભૂત, સફાઈ કામદારોએ કચરો બાળતા આગ લાગી હોવાનું જણાવતા સ્થાનિકો, આગનું સાચું કારણ અકબંધ, ટૂંકા ગાળામાં ગુજરાત ગેસની પાઇપલાઇનમાં આગની ત્રણ ઘટનાઓથી લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓએ જન્મ લીધો, સદભાગ્યે મોટી જાનહાની ટળી
દાહોદ તા. 19
દાહોદ તાલુકાના છાપરી ગામે કોલેજ પાસે હાઇવે નજીકથી પસાર થતી ગુજરાત ગેસની લાઈનમાં અચાનક ધડાકા સાથે આગ ફાટી નીકળતા ગેસ પાઇપલાઈનની ઉપરથી પસાર થતી એમજીવીસીએલ ની 11 કેવીની વીજલાઇનના વાયરો આગની લપટોમાં બળીને ભસ્મીભુત થઈ ગયા હતા.જોકે સવારના સમયમાં લાગેલી આગમાં સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી નહોતી ત્યારે દાહોદ અગ્નિશામક દળે તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.