Tuesday, 30/04/2024
Dark Mode

દાહોદ નગરપાલિકામાં ચીફ ઓફિસર અવાર નવાર રજા પર ઉતરતા પાલિકાનું વહીવટીતંત્ર કથળ્યું:જાહેરહિતના તેમજ પ્રજાલક્ષી કામો ખોરંંભે પડ્યા:પેનશન તેમજ કર્મચારીઓના પગાર અટવાયા..!!

May 5, 2022
        1406

 ભાવેશ રાઠોડ :- એડિટર ઈન ચીફ…

દાહોદ નગરપાલિકામાં ચીફ ઓફિસર અવાર નવાર રજા પર ઉતરતા પાલિકાનું વહીવટીતંત્ર કથળ્યું:જાહેરહિતના તેમજ પ્રજાલક્ષી કામો ખોરંંભે પડ્યા:પેનશન તેમજ કર્મચારીઓના પગાર અટવાયા..!!

દાહોદ પાલિકામાં થોડા દિવસ પહેલા બદલી થઈને આવેલા ચીફ ઓફિસર સતત ગેરહાજર રહેતા અરજદારોને ધક્કા ખાવા મજબુર:કર્મચારીઓમાં કકળાટ..

પાલિકાના જવાબદાર અધિકારીની સતત ગેરહાજરીના કારણે મહત્વના કામો પર લાગી બ્રેક..

આયોજનો,ચુકવણા,કર્મચારીઓના પગારો, પેંશન, સહિતના કામો ખોરભે પડ્યા..

દાહોદ તા.05

દાહોદ નગરપાલિકામાં થોડા દિવસ પહેલા પદસ્થ થયેલા ચીફ ઓફિસર છેલ્લા કેટલાય સમયથી સતત ગેરહાજર રહેતા દાહોદ નગરપાલિકાના કામો ખોરંભે પડયા છે. ચીફ ઓફિસર અવાર નવાર રજા પર ઊતરી જતા પ્રજાલક્ષી તેમજ જાહેર પ્રજાના કામો પર બ્રેક લાગી જવા પામી છે તેમજ કર્મચારીઓનાં પગાર, પેંશન તેમજ સહિતના કામો અટવાઇ જતાં કર્મચારીઓ તેમજ અરજદારોમાં કકળાટ જૉવા મળી રહ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા થોડા સમય પહેલા વહીવટી કારણોસર દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર નવનીત પટેલની બદલી હિંમતનગર ખાતે કરી હતી. તેમજ હિંમતનગર ના યુવાન ચીફ ઓફિસર યશપાલ સિંહ વાઘેલાની દાહોદ ચીફ ઓફિસર તરીકે નિયુક્તિ કરી હતી. ત્યારબાદ નગરપાલિકાના નવનિયુકત ચીફ ઓફિસર પાસે વાઘેલાએ વિધિવત રીતે પદભાર ગ્રહણ કર્યો હતો. દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસરની કમાન નવયુવાન અને તેજ તરરાર યશપાલ સિંહ વાઘેલાને મળતા દાહોદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ધીમે તેમજ મંથર ગતિએ ચાલી રહેલા સ્માર્ટ સિટી સહિતના કામો વેગવંતા બનશે. તેમજ વિકાસના કાર્યો ઝડપથી પૂર્ણ થશે તેવો આશાવાદ દાહોદ શહેરના શહેરીજનોમાં બંધાયો હતો. પરંતુ નવનિયુક્ત ચીફ ઓફિસર યશપાલ સિંહ વાઘેલા અવાર નવાર રજા પર ઊતરી જતા જાહેર હિતના તેમજ પ્રજાલક્ષી કામો વેગવંતા બનવાની જગ્યાએ ખોરંભે પડી ગયા છે. દાહોદ નગરપાલિકામાં તેઓની સતત ગેરહાજરીના કારણે નગરપાલિકામાં કામો અંગેની અરજીઓ લઈને આવતાં અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. નગર પાલિકાની આવક તેમજ સ્વભંડોળ પર ચીફ ઓફિસરની કોઈ દેખરેખ જોવા મળતી નથી. જેના કારણે બાકી રહેલા ચુકવણા નગરપાલિકાના કામ કરતા કર્મચારીઓના પગારો,તેમજ પેન્શન અટવાઈ જવા પામી છે.જેના પગલે પાલિકાના કર્મચારીઓ સહિત અરજદારોમાં કકળાટ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ પોતાની ફરજ પ્રત્યે આળસ દાખવી ગેરહાજર રહેતા શહેરીજનો તેમજ પાલિકા તંત્રમાં ઘોર નિરાશા જન્મી છે. જોકે હજી પણ કશું વહી ગયું નથી. પાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસર આળસ ખંખેરી દાહોદના શહેરીજનોને ધ્યાને લઇ પ્રજાલક્ષી તેમજ જાહેર હિતના કામોમાં અંગત રાખવી પાલિકાનો ખાડે ગયેલા તંત્રને puneપાલિકાનો ખાડે ગયેલા તંત્રને પુનઃબેઠું કરે તમે લાગણી તેમજ માંગણી શહેરીજનોમાં પ્રવર્તમાન સંજોગોમાં ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!