દાહોદ તાલુકાના ખરોડ ગામે પોતાના પ્રેમી સાથે મળી બહેને તેના સગા ભાઈને લાકડીના ફટકા મારી યમસદને પહોંચાડ્યો..

Editor Dahod Live
3 Min Read

દાહોદ તાલુકાના ખરોડ ગામે પોતાના પ્રેમી સાથે મળી બહેને તેના સગા ભાઈને લાકડીના ફટકા મારી યમસદને પહોંચાડ્યો..

 યુવકની બહેન તેમજ તેના પ્રેમીએ પુરાવાના નાશ કરવા માટે કર્યો પ્રયાસ..

 પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ અને ઝીણવટભરી તપાસ હાથ ધરતા સમગ્ર મામલાનો થયો પર્દાફાશ

 પોલીસે ભાઈની હત્યાના ગુનામાં બહેનની કરી ધરપકડ: પ્રેમી થયો ફરાર

મૃતક યુવકના પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી..

દાહોદ તા.૧૨

દાહોદ તાલુકાના ખરોદા ગામે  બહેનને તેના પ્રેમી સાથે ભાઈ જાેઈ જતાં ભાઈની હત્યાં કરવા માટે પોતાના પ્રેમીની સાથે મળી પોતાના સગા ભાઈને માથામાં લાકડીના ફટકા મારી લોહીલુહાણ કર્યાં બાદ મૃતક યુવકની બહેન અને તેના પ્રેમીએ પુરાવાનાનો નાશ કરવા માટે લાશને થોડી દુર ફેંકી દઈ લાશને પાણીથી ધોઈ નાંખી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરતાં સમગ્ર ઘટનામાં પોલીસે તપાસનો દોર લંબાવ્યા બાદ દાહોદ રૂરલ પોલીસમાં ચોંકાવનારો ખુલાસો પામ્યો છે જેમાં  બહેને પોતાના પ્રેમીની મદદથી તેના સગાભાઇ નું લાકડીઓના ફટકા મારી યમસદન પહોંચાડી દેવાનું સપાટી પર આવતા પોલીસે બન્ને વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી યુવતીની ધરપકડ કરી છે ત્યારે તેનો પ્રેમી ફરાર થયો હોવાથી પોલીસે એને પકડવાના ચક્રો ગતિમાન કર્યા નું જાણવા મળે છે 

દાહોદ તાલુકાના ખરોદા ગામે સંગાડા ફળિયાની નિકીતાબેન મુકેશભાઈ રાણા અને દાહોદ તાલુકાના મોટીખરજ ગામનો તેનો પ્રેમી વિજયભાઈ મેતાનભાઈ બારીયા વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો.આ દરમ્યાન ગત તા.૦૭મી જાન્યુઆરીના રોજ નિકીતાબેન અને તેનો પ્રેમી વિજયભાઈ એમ બંન્ને જણા ખરોદા ગામે મળ્યાં હતાં. આ દરમ્યાન નિકીતાબેનનો સગો ભાઈ ૨૧ વર્ષીય રાહુલભાઈ મુકેશભાઈ રાણા પોતાની બહેનને તેના પ્રેમી વિજય સાથે જાેઈ ગયો હતો અને આ બાબતની જાણ નિકીતાબેન અને તેના પ્રેમી વિજયભાઈને પણ થઈ ગઈ હતી કે, રાહુલ ભાઈ તેમને બંન્નેને જાેઈ ગયો છે. આ બાદ બંન્ને પ્રેમી, પંખીડાઓ રાહુલભાઈ પાસે ગયાં હતાં અને એકદમ નિકીતાબેને પોતાના સગા ભાઈ રાહુલ ભાઈને માથાના ભાગે લાકડી વડે ફટકા મારી રાહુલભાઈને લોહીલુહાણ કરી નાંખી સ્થળ પર મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બાદ નીકિતાબેન અને તેના પ્રેમી વિજયભાઈ દ્વારા મૃતક રાહુલભાઈની લાશને રોડથી થોડે દુર ફેંકી દઈ લાશ ઉપર ખુનના નીશાન સાફ કરવા પાણી વડે લાશને ધોળી નાંખી હતી અને લોહીવાળી ઓઢળી બાળી નાંખી હતી. આમ, પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યાેં હતો.

સમગ્ર મામલે રાહુભાઈના પિતા મુકેશભાઈ કાંતિભાઈ રાણાને આ મામલાની જાણ થતાં તેઓએ પોતાની સગી દિકરી નિકીતાબેન અને તેના પ્રેમી વિજયભાઈ વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તાત્કાલિક પોલીસે નિકીતાબેનને ધરપકડ કરી હતી જ્યારે તેનો પ્રેમી વિજયભાઈ મેતાનભાઈ બારીયા હાલ પણ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેની પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

—————————-

Share This Article