
દાહોદ જિલ્લામાં કોરોનાના આજે કોરોનાના 35 કેસો નોંધાતા ખળભળાટ
દાહોદ શહેરમાં થી ૧૮ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૭ જેટલા નવા દર્દીઓનો ઉમેરો:એક્ટિવ કેસો 159 ને પાર
દાહોદ શહેર માંથી અત્યાર સૌથી વધુ 131 કેસો નોંધાયા: ગ્રામીણ વિસ્તારોમાં 40 કેસો નોંધાયા
સ્થાનિક વહીવટી તંત્ર SOP નું કડક રીતે પાલન નહિ કરાવે તો આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસવા ના એંધાણ
આજે વધુ 12 લોકોએ કોરોનાને મહાત આપતાં ડિસ્ચાર્જ કરાયા..
દાહોદ તા.12
દાહોદ જિલ્લામાં આજે કોરોના વિસ્ફોટ થવા પામ્યો છે. દાહોદ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કૂદકે ને ભૂસકે વધી રહેલા કોરોના સંક્રમણ અને વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગની ઊંઘ ઉડાડી દીધી છે. આજરોજ 35 નવા કેસો ના ધડાકા સાથે કોરોના સંક્રમિત એક્ટિવ કેસોનો આંક 159 પર પહોંચ્યો છે.ત્યારે આરોગ્ય તેમજ વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણની ચેન તોડવા માટે નક્કર કામગીરી કરે છે પણ અનિવાર્ય થવા પામી હતી
વધુ મળતી માહિતી પ્રમાણે છેલ્લા એક સપ્તાહમાં દાહોદ જિલ્લામાં 136 કેસો નોંધાવા પામ્યા છે. જેમાં દાહોદ શહેરમાં એકલા 113 કેસો નોંધાતાં કોરોના સંક્રમણ ક્યાં છે ક્યાં દાહોદ શહેરમાં રોકેટ ગતિએ વધી રહ્યો હોય તેમ પ્રતિ થઈ રહ્યું હતું ત્યારે ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા rt pcr 1631 સેમ્પલો પરીક્ષણમાં મોકલ્યા હતા જેમાં 19 તેમજ રેપિડ ના 750 પરીક્ષણમાં કુલ ૧૬ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. આજરોજ નોંધાયેલા 35 નવા કોરોનાના દર્દીઓમાં દાહોદ શહેર માંથી 18 તેમાં દાહોદ ગ્રામ્ય માંથી 4, ગરબાડામાંથી 1 ફતેપુરા માંથી 1 સંજેલી માંથી 2, ઝાલોદ ગ્રામ્ય માંથી 3, દેવગઢબારિયા નગરમાંથી 1 તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી 1 લીમખેડામાં થી ૪ મળી ગ્રામ્ય વિસ્તારોમાંથી 17 નવા દર્દીઓ નોંધાવા પામતા કોરોના સંક્રમિત એક્ટિવ કેસનો આંકડો 159 ને પાર થઈ જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ શહેરમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ અન્ય રાજ્યોમાંથી વેપાર તેમજ ખરીદી કરવા આવતા લોકોનું કોઇપણ જાતનો સ્ક્રેનિંગ કરવામાં આવતું નથી. તેમજ દાહોદ શહેરમાં ઠેરઠેર માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના ઘજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. જેને લઇને દાહોદ શહેર માંથી વધુ ને વધુ કેસો બહાર આવી રહ્યા છે તેવામાં વહીવટી તંત્ર દ્વારા દાહોદ શહેરમાં sop નું કડકાઇથી પાલન કરાવે તે પણ અનિવાર્ય બનવા પામ્યું છે.