વાસનામાં કામાંધ બનેલા નરાધમની શર્મનાક કરતૂત.. 20 વર્ષીય યુવતીને શારીરિક સંબંધ બાંધવા દબાણ,

Editor Dahod Live
2 Min Read

 

વાસનામાં કામાંધ બનેલા નરાધમની શર્મનાક કરતૂત.. 20 વર્ષીય યુવતીને શારીરિક સંબંધ બાંધવા દબાણ,

યુવકની નાપાક હરકતનો વિરોધ કરતા યુવતીનાં અશ્લીલ તેમજ લખાણવાળા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવા ધાક ધમકી

યુવતીના પિતા દ્વારા યુવકને સમજાવવા જતા યુવકે જાનથી મારી નાખવાની આપી ધમકી..

પોલીસે યુવક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો..

દાહોદ તા.૦૨

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા માં એક ૨૦ વર્ષીય યુવતીને એક યુવક દ્વારા શારિરીક સંબંધ બાંધવા દબાણ કરી, યુવતીએ તે બાબતે ના પાડી દેતાં યુવક દ્વારા તેના અસ્લીલ તેમજ અભદ્ર લખાણવાળા ફોટા સોશીયલ મીડીયામાં વાઈરલ કરી દેતાં આ અંગેની જાણ યુવતીના પિતને થતાં તેના પિતા દ્વારા યુવકને આ મામલે વાતચીત કરવા જતાં યુવકે યુવતિના પિતાને પણ મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

ફતેપુરા તાલુકાના ખાખરીયા બચકરીયા ગામે રહેતો સુભાષભાઈ રાજુભાઈ ડામોરે ફતેપુરા તાલુકામાં રહેતી એક ૨૦ વર્ષીય યુવતીને ગત તા.૧૫.૧૦.૨૦૨૧ થી તારીખ ૩૦.૧૦.૨૦૨૧ના સમયગાળા દરમ્યાન અવાર નવાર યુવતી સાથે મોબાઈલ ફોન ઉપર શરીર સંબંધ રાખવાનું કહેતો હતો. યુવતીએ આ અંગે ના પાડી દેતાં સુભાષભાઈ દ્વારા યુવતીને ધાકધમકી આપી કહેલ કે, તું મારી સાથે વાતો ન કરે તો અને મારી જાેડે સંબંધ ન રાખે તો તારા ફોટા મારી પાસે છે, તેના હું પોસ્ટર બનાવી જાહેરમાં લગાવીશ ત્યારે આ સમયગાળા દરમ્યાન યુવતીના ફોટા પોતાના મોબાઈલ ફોનના વોટ્‌સ અને ફેસબુક ડીપી ઉપર મુકતાં આ અંગેની જાણ યુવતીના પિતાને થઈ હતી અને યુવતીના પિતા દ્વારા આ મામલે સુભાષભાઈ પાસે જઈ વાતચીત કરતાં સુભાષભાઈ દ્વારા યુવતીના પિતાને ધાકધમકી આપી કહેલ કે, તારી છોકરીને ભગાડી લઈ જઈશ, તારાથી થાય તે કરી લે, તેમ કહી યુવતીના અશ્લીલ તેમજ અભદ્ર લખાણવાળા ફોટા ઈન્ટાગ્રામ અને ફેસબુક ઉપર ડીપી મુકી સોશીયલ મીડીયામાં વાઈરલ કરી દેતાં આ સંબંધ યુવતી દ્વારા સુભાષભાઈ રાજુભાઈ ડામોર વિરૂધ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————–

Share This Article