દાહોદમાં દિવાળીના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુલક્ષીને ટ્રાફીક પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું..

Editor Dahod Live
1 Min Read

નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદમાં દિવાળીના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લા ટ્રાફીક દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું 

દાહોદ તા.26

દિવાળીના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે દાહોદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી હતી

દાહોદ જિલ્લો એ મધ્યપ્રદેશ અને રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાથી દાહોદમાં દિવાળી ટાણે બંને રાજ્યોમાંથી

લોકો ખરીદી તેમજ અન્ય કામકાજ અર્થે આવતા હોય છે. તેવા સમયે તહેવારો દરમિયાન દાહોદ શહેરમાં ભારે ભીડ જોવા મળે છે. જેના પગલે વાહન ચોર ટોળકી તેમજ અન્ય ઠગ ટોળકીઓ પણ તહેવારો દરમિયાન પોતાની મેલી મુરાદ પૂરી પાડવા સક્રિય થઈ જતી હોય છે. તેવા સમયે જિલ્લા પોલીસ વડાના નિર્દેશાનુસાર દિવાળીના તહેવારો દરમિયાન દાહોદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તહેવારોની

ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે દાહોદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના મુખ્ય રાજમાર્ગો પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ લાયસન્સ વગર ઉપરાંત વાહનોના કાગળો વગર નીકળેલા વાહનચાલકોને સ્થળ પર જ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી

Share This Article