દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ પોલીસે દરોડા પાડી એક લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા: અન્ય એક ફરાર થવામાં સફળ

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ પોલીસે દરોડા પાડી એક લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા: અન્ય એક ફરાર થવામાં સફળ

દાહોદ તા.03

દાહોદ જિલ્લામાં 2 જુદી જુદી જગ્યાએ પોલીસ પ્રોહી રેડ દરમ્યાન કુલ રૂપિયા 93,840/-ના પ્રોહી જથ્થા સાથે એક મોટસાયકલ સાથે 2 ઇસમોને ઝડપી પાડયા જ્યારે એક નાસી જવામાં સફળ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રોહિનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના છાપરી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.02 ઓક્ટોબરના રોજ છાપરી ગામે તળાવ ફળિયામાં રહેતા મનીષભાઈ રામમિલન ગુપ્તાના રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતો છાપો મારતાં પોલીસે મનીષભાઇને ઝડપી પાડયો હતો અને મકાનની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.444 કિંમત રૂ. 62,340/- નો પ્રોહી જથ્થો કબજે કરી દાહોદ તાલુકા પોલીસે મનીષભાઈ રામમિલન ગુપ્તા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો બીજો બનાવ ધાનપુર તાલુકાના ખોખરા ગામે જંબુસર ચોકડી પર બનવા પામ્યો હતો જેમાં ગત તા.02 ઓક્ટોબરના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે ખોખરા ગામે જંબુસર ચોકડી ઉપર વોચ ગોઠવી ઊભી હતી ત્યારે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ 02 મોટસાયકલ પર સવાર થઈ પસાર થઈ રહેલ ભિમસિંગભાઈ મથુરભાઈ રાઠવા (રહે. મીથીબોર, છોટાઉદપુર) અને નિલેશભાઈ અભેસિંગ તડવી (રહે. ખોખરા, તા. ધાનપુર, જિ. દાહોદ) નો પોલીસે પીછો કરતા નિલેશભાઈ પોલીસેને ચકમો આપી પોતાના કબજાની મોટસાયકલ લઈ નાસી ગયો હતો જ્યારે ભિમસિંગભાઈને પોલીસ મોટસાયકલ સાથે ઝડપી પાડી તેની પાસેથી વિદેશી દારૂની બોટલો નંગ. 306 કિંમત રૂ. 31,500/- ના પ્રોહી જથ્થા સાથે ભિમસિંગભાઈને ઝડપી પાડી ઉપરોક્ત બંને ઈસમો વિરૂદ્ધ ધાનપુર પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article