
જીગ્નેશ બારીયા :- દાહોદ
દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ બાયપાસ પર ફોરવીલ ગાડીની અડફેટે રાહદારી મહિલાનું મોત,
દાહોદ તા.03
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે બાયપાસ હાઈવે રોડ પર એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલભરી રીતે હંકારી લાવી રસ્તે ચાલતી જતી એક મહિલાને અડફટેમાં લેતા મહિલાને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું મોત નિપજયાનું જાણવા મળે છે.
ગત તા. 02 ઓક્ટોબરના રોજ પીપલોદ ગામેથી પસાર થતાં હાઈવે રોડ ઉપરથી એક ઇક્કો ફોર વ્હીલર ગાડીનો ચાલક પોતાના કબજાની ઈક્કો ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન ત્યાંથી દેવગઢ બારીઆ તાલુકાના નાનીઝરી ગામે ડાયરા ફળિયામાં રહેતા બુધલીબેન ધુલાભાઈ ડાયરાને અડફેટમાં લઈ જોશભેર ટક્કર મારી નાસી જતાં બુધલીબેનને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ થવા પામી હતી અને જેને પગલે તેઓનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે નાનીઝરી ગામે ડાયરા ફળિયામાં રહેતા ધુલાભાઇ માનસિંગભાઈ ડાયરાએ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.