ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાના હીરાપુર ગામે કિસાન સમ્માન દિનની ઉજવણી કરાઈ
સંતરામપુર તા.05
ગુજરાત સરકારશ્રીના પ્રગતિશીલ પારદર્શી સંવેદનશીલ અને જવાબદેહી સરકારના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની આ સરકારે પાંચ વર્ષ સુશાંસનના 5 વર્ષ તરીકે પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા કિસાન સન્માન દિનની ઉજવણી નિમિત્તે કિસાન સૂર્યોદય યોજનાનો શુભ
આરંભ ધારાસભ્યશ્રી કુબેરભાઈ ડીંડોર ની અધ્યક્ષતામાં સંતરામપુર તાલુકાના હીરાપુર મુકામે યોજાયો તેમાં મહીસાગર જિલ્લા માજી પ્રમુખ જે પી પટેલ હાલમાં નવ નિયુક્ત થયેલા જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન પ્રકાશભાઈ કટારા,જિલ્લા પંચાયત સભ્ય નિકિતાબેન શાહ. સંતરામપુર તાલુકા પ્રમુખ શારદાબેન પટેલીયા. તાલુકા મંડળના પ્રમુખ બળવંતભાઈ પટેલીયા
તાલુકા સભ્ય મહેન્દ્રભાઈ પટેલ અને પ્રાંત અધિકારીશ્રી. મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ MGVCL ની ટિમ સહીત અધિકારીઓ અને હોદ્દેદારો હાજર રહ્યા