જીગ્નેશ બારીયા :- દાહોદ
-
દાહોદના પરેલમાં પ્રકૃતિ મિત્ર મંડળની પ્લાન્ટેડ સાઈડ પર અકસ્માતે લાગી આગ
-
પ્રકૃતિ મિત્ર મંડળના કર્મચારીઓ ફાયર ફાઈટરના લશ્કરોએ સમયસર આગ ઓલવી વૃક્ષોને બચાવ્યા
જાણવા મળ્યા પ્રમાણે આજરોજ દાહોદ પરેલ વિસ્તારમાં રેલ્વેની જમીનમાં આવેલ દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ ના પ્લાન્ટેશન ની જગ્યામાં ઉગાડવામાં આવેલ વૃક્ષો મા અચાનક કોઇ કારણોસર આગ લાગી હોવાની માહિતી પ્રકૃતિ મિત્ર મંડળ ના કર્મચારીઓને થતાં તેઓ તાબડતોડ ફાયર બ્રિગેડના લાશ્કરો પાણીના બંબા સાથે ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા જ્યાં પાણીનો મારો ચલાવી આગને ઓલવવામાં આવી હતી જાણવા મળ્યા પ્રમાણે આગમાં વધુ નુકસાન ન થતા સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો. આગ પર પાણીનો મારો ચલાવી આગને ઓલવી દેવામાં આવી હતી.