Thursday, 21/11/2024
Dark Mode

જાહેર રસ્તા પર અડચણરૂપ બનતા ગેરકાયદેસર દબાણોને વહીવટી તંત્રે દૂર કર્યા : દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો

જાહેર રસ્તા પર અડચણરૂપ બનતા ગેરકાયદેસર દબાણોને વહીવટી તંત્રે દૂર કર્યા : દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો


દાહોદ ડેસ્ક  તા.ર૬

લીમખેડા નગરમાં આજે વહિવટી તંત્ર દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે રસ્તાને અડચણરૂપ બનતા પતરાના શેડ, સીડી, ઓટલા તથા ગલ્લા જેવા ૧૧પ થી વધુ દબાણો બે જેસીબી મશીનની મદદથી દુર કરવામાં આવતા દબાણ કર્તાઓમાં ફફડાટ  ફેલાઈ જવા પામ્યો હતો.

લીમખેડા નગરમાં ઝાલોદ રોડ ઉપર અડચણરૂપ બનતા દબાણો હટાવવા માટે અગાઉ અરજદાર સુર્યકાંત કાંતીલાલ હઠીલા દ્વારા પ્રધાનમંત્રી ઓનલાઈન ફરીયાદ કરવામાં આવી હતી. જે અંતર્ગત ગ્રામ પંચાયત લીમખેડા દ્વારા અગાઉ તા.૧૬મી જુલાઈના રોજ દબાણદારોને સ્વેચ્છાએ દબાણ દુર કરવા માટે પ્રથમ નોટીસ પાઠવવામાં આવી હતી. પરંતુ તા.૧૯મી જુલાઈના રોજ ભરાયેલી ગ્રામ સભામાં સ્વેચ્છીક રીતે પોતાનો દબાણો દુર કરી આપવા માટે તાલુકા વિકાસ અધિકારીને સભામાં સર્વાનુમતે બાહેધરી આપવામાં આવતા દબાણ દુર કરવાની કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી અને નગરજનોએ પણ પતરાના શેડ હટાવી સ્વેચ્છીક પણે દબાણો દુર કર્યા હતા. પરંતુ ચોમાસાની ઋતુ અને દિવાળીના તહેવારને લઈને દુકાનદારોએ ફરીથી પતરાના શેડ તથા ઓટલાઓ બનાવી દઈને દબાણ ઉભુ કર્યું હતુ. ત્યાર બાદ ગ્રામ પંચાયતે રપ મી જુલાઈના રોજ બીજી નોટીસ અને ૩૧ મી જુલાઈના રોજ ત્રીજી નોટી પાઠવતા નગરજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યાર બાદ ૧૯મી નવેમ્બરના રોજ નગરમાં ૧૧પથી વધુ નગરજનોને આખરી નોટીસો પાઠવ્યા બાદ આજે વહિવટી તંત્ર દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે બે જેસીબી મશીનો દ્વારા આજે સવારથી જ શા†ીચોકથી લઈને કુંભારવાડા સુધીના ઝાલોદ રોડ ઉપરના દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ૧૧પ થી વધુ કાચા પાકા દબાણો દુર કરવાની કામગીરી મોડી સાંજ સુધી ચાલી હતી. ટ્રાફીકને અડચણરૂપ થતા પતરાના શેડ, સીડી ગલ્લા તથા ઓટલાના દબાણો દુર કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!