Thursday, 21/11/2024
Dark Mode

કોરોના ફાઈટર…..કોરોનાથી મુક્ત થઇ 9 વર્ષીય બાળકી મુસ્કાન :વડોદરાના કોવીડ હોસ્પિટલથી રજા મળતી વેળાએ મુસ્કાનની મુસ્કાન મહેકી ઉઠી

કોરોના ફાઈટર…..કોરોનાથી મુક્ત થઇ 9 વર્ષીય બાળકી મુસ્કાન :વડોદરાના  કોવીડ હોસ્પિટલથી રજા મળતી વેળાએ મુસ્કાનની મુસ્કાન મહેકી ઉઠી

જીગ્નેશ બારીયા @ દાહોદ 

ઈન્દોર ની મુલાકાત થી કોરોનાગ્રસ્ત બનેલી દાહોદની મુસ્કાનને વડોદરાની સારવારે સાજી કરી,કોરોના સંક્રમિત થયેલી મુસ્કાન સંપૂર્ણ સ્વસ્થ થતાં તેણીને રજા અપાતા મુસ્કાનની મુસ્કાન ફરી ખીલી ઉઠી, સંપૂર્ણ રીતે સ્વસ્થ થયેલી મુસ્કાનને એના ઘેર પરત મોકલતા અમે અનેરો આનંદ અનુભવીએ છે:જી.એમ.ઇ.આર.એસ.ની તબીબી ટીમ.

દાહોદ તા.23

દાહોદની નવ વર્ષની મુસ્કાન ફાતેમા રહીમભાઈ કુંજડા ઇન્દોરની દાહોદ તેના નાનાની દફનવિધિમાં આવી હતી ઇન્દોર કોરોનાનો હોટસ્પોટ હોવાથી દાહોદની આરોગ્ય વિભાગની ટીમે દફનવિધિ માં આવેલા તમામ વ્યક્તિના સેમ્પલ લઈ અને ટેસ્ટિંગમાં મોકલી આપ્યા હતા જ્યાં નવ વર્ષીય મુસ્કાનનું રિપોર્ટ પોઝિટિવ આવ્યું હતું.આરોગ્ય વિભાગે કોરોનાગ્રસ્ત બાળકીને સારવારઅર્થે વડોદરાના ગોત્રી ખાતે કોવીડ હોસ્પિટલમાં રીફર કરી હતી.લગભગ તેર દિવસની સારવાર બાદ હોસ્પિટલ દ્વારા તબ્બકાવાર બાળકીનો રિપોર્ટ કરતા મુસ્કાનનો રિપોર્ટ નેગેટિવ આવતા આજરોજ આ નવ વર્ષની નાનકડી બાળ પરીને આજે જી.એમ. ઇ.આર.એસ.,ગોત્રીની કોવીડ  હોસ્પિટલની સમર્પિત તબીબી અને પેરા મેડીકલની  ટીમે નિષ્ઠાસભર સારવાર વડે રોગમુક્તિની ભેટ આપી એના કુટુંબીજનોને સુપરત કરી હતી.જાણે કે કોરોના ને લીધે વિલાઈ ગયેલી મુસ્કાનની મુસ્કાનને આ તબીબોએ સંપૂર્ણ સાજગીની સંજીવની છાંટી ને ફરી થી ખીલવી હતી.આ અગાઉ આ જ સમર્પિત તબીબોએ ગુજરાતની સહુ થી નાની કોરોના દર્દી ,બોડેલીની 2 વર્ષની આયેશાને પણ રોગમુક્ત કરી હતી.
ગોત્રી હોસ્પિટલ ખાતે બાળ રોગોના તજજ્ઞ મદદનીશ પ્રાધ્યાપક ડો. પુતુન પટેલ, ડો. મફદ્દલ ના માર્ગદર્શન હેઠળ ડો.ગૌતમ શાહ અને ડો.મહેશ કુમાવત તથા પેરા મેડિક સ્ટાફે આ બાળકીને નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે 12 થી 13 દિવસ સારવાર આપી હતી.

error: Content is protected !!