Wednesday, 04/12/2024
Dark Mode

“ગુજરાત મોડેલ”નું વરવું સત્ય,બસ સ્ટેશનમાં ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય :દરરોજ અવર જવર કરતા હજારો મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો

“ગુજરાત મોડેલ”નું વરવું સત્ય,બસ સ્ટેશનમાં ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય :દરરોજ  અવર જવર કરતા હજારો મુસાફરોને  ભારે હાલાકી ભોગવવાનો વારો

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર બસ સ્ટેશનમાં હાલ નવીન બસ સ્ટેશન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે દરરોજ મુસાફરોથી ધમધમતો બસ સ્ટેશનમાં ધૂળની ડમરીઓના લીધે મુસાફરોને ફરજીયાત મોઢું બાંધવા પડે તેમ છે. મુસાફરોની સમસ્યા હલ કરવામાં સ્થાનિક વહીવટી તંત્ર, એસ ટી તંત્ર પણ વામણું પુરવાર થયું. સ્થાનિક નેતાઓ  ધારાસભ્ય પ્રત્યે પણ લોકોમાં ભારે નારાજગી, લોકોમાં અસ્થમા જેવી ગંભીર બીમારી થવાનો ખતરો, મુસાફરોની સાથે અપડાઉન કરતા સરકારી બાબુઓ પણ ધૂળ ખાવા મજબુર    

સંતરામપુર તા.15

સંતરામપુર એસટી ડેપોમાં મુસાફરોને મુસાફરોને બસ માં બેસવું હોય ધૂળની ડમરી તો ખાવું જ પડશે સંતરામપુર નગરમાં છેલ્લા છ માસથી નવીન બસ સ્ટેન્ડ ની કામગીરી હાથ ધરી છે. તે દરમિયાન સંખ્યાબંધ મુસાફરો એસટી ડેપોમાં બેસવા માટે આવતા હોય છે તે સમયમાં આખો દિવસ બસોની અવરજવર માં સંખ્યાબંધ ધૂળની ડમરીઓ ઊડતી હોય છે અને આ કારણે આના કારણે મુસાફરો મુશ્કેલી વેઠી રહેલા છે અને તમામ મુસાફરો નાછૂટકે મોઢા ઉપર રૂમાલ બાંધીને ઉભું રહેવું પડતું હોય છે સંતરામપુરમાં એસ.ટી.બસમાં મુસાફરી કરવી હોય તો દૂર પડશે એસ.ટી.તંત્ર અને બાંધકામ વિભાગ ઘોર બેદરકારી જોવાઇ રહી છે મુસાફરોની આરોગ્ય સાથે અને શ્વાસની ટીબીની ગંભીર બીમારીનો પ્રશ્ન ઉભો થયો છે કેટલાક બીમાર મુસાફરો બસ સ્ટેશન પર આવી શકતા નથી આખો દિવસ બપોરની અવરજવરમાં ધૂળિયું વાતાવરણ જોવા મળેલું છે આ ડેપોની અંદર આ બાબતનો સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન ઉભો થયો છે જો આવા ગંભીર પ્રશ્ન પર એસ ટી તંત્ર દ્વારા ધ્યાન આપવામાં નહીં આવે તો કેટલાક મુસાફરોને શ્વાસની બીમારી થવાની સંભાવના જોવાઇ રહી છે તમામ મુસાફરોને આખો દિવસ મોઢા પર જ રૂમાલ બાંધીને જ ઉભું રહેવું પડતું હોય છે અને બસની રાહ જોવી પડતી હોય છે મુસાફરોની બસની મુસાફરી હવે મોંઘી પડી રહી છે મુશ્કેલી વેઠી રહેલા છે એસટી તંત્રના ઉચ્ચ અધિકારી આવા ગંભીર પ્રશ્ન એ અને મુસાફરોની જાને લઈને આ પ્રશ્ન હલ કરે મુસાફરોની માંગ ઉઠી રહી છે ત્યારે  ફોટા જેમ જેમ બસો દોડે તેમ તેમ ધૂળની ડમરી ઉડતી જોવા મળેલી છે

error: Content is protected !!