
જીગ્નેશ બારીયા:- દાહોદ/સૌરભ ગેલોત :- લીમડી
દાહોદ તેમજ લીમડીમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણ તેમજ જૂજ ભાવિકોની ઉપસ્થિતિમાં સંપન્ન થઇ
દાહોદના સાંસદ તેમજ નગરપાલિકા પ્રમુખ દ્વારા પદવિહીન કરવામાં આવી
કોરોના ગાઈડલાઈનના ચુસ્તપણે અમલ વચ્ચે રથયાત્રા સંપન્ન થઇ
ઝાલોદ તાલુકાના લીમડી શહેરમાં આજ રોજ ના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાની ઉજવણી કરવામાં આવી
દાહોદ તા.૧૧
આજે દાહોદ શહેરમાં ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રા શાંતીપુર્ણ વાતાવરણમાં અને ભાવિકોની જુજ ઉપસ્થિતીમાં સમ્પન્ન થઈ હતી. રથયાત્રા નિજ મંદિરેથી નીકળી નિર્ધારિત સ્થળોએ ભ્રમણ કરી પુનઃ નીજ મંદિરે ભગવાન શ્રી જગન્નાથજીની યાત્રા પહોંચી હતી. આ વખતે સરકારની ગાઈડલાઈન પ્રમાણે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી આ રથયાત્રા શહેરીજનોએ લાઈવ પ્રસારણના માધ્યમથી ઘરે બેઠા રથયાત્રા નીહાળી હતી.
અષાઢી બીજના પાવન પ્રસંગે ભગવાન શ્રી જગન્નાથજીની દાહોદ નગર સહિત જિલ્લામાં ચાર સ્થળે દાહોદ, લીમખેડા, ઝાલોદ અને લીમડી નગરમાં આજે રથયાત્રા નીકળી હતી. નગરચર્યાને લઇને પોલીસ દ્વારા સઘન બંદોસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. દાહોદ શહેરમાં રથયાત્રા હનુમાન બજાર રણછોડરાય મંદિરેથી રથયાત્રા નીકળી હતી. પદવિહિન દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર અને નગરપાલિકા પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી. આ રથયાત્રામાં પાલિકાના સભ્યો, કાર્યકરો સહિત કોરોના ગાઈડલાઈનના અનુસાર ગણપાત્ર લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ રથયાત્રા વહેલી સવારે સાડા નવ વાગ્યાના સમયે હનુમાન બજારના રણછોડરાય મંદિરેથી નીકળી શહેરના બહાર પુરા, પડાવ, નેતાજી બજાર, દોલતંગજ બજાર, સોનીવાડ રાધાકૃષ્ણ મંદિરે ભગવાને પોતાના મામાના ઘરે વિસામો કર્યાે હતો તે મંદિરની અંદિર ભગવાનની આરતી અને પુજા વિધી કરી ફરી પાછા ભગવાન શ્રી જગન્નાથજી રથમાં બેસી આર.પી.અગ્રવાલ સ્કુલ થઈ એમપીએમસી થઈ ગોવિંદનગર કોર્ટ રોડ, બજાર થઈ નેતાજી બજાર થઈ હનુમાન બજારના નીજ મંદિરે સમાપન કરવામાં આવ્યું હતું.
ઝાલોદ તાલુકાના લીમડી શહેરમાં આજ રોજ ના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાની ઉજવણી કરવામાં આવી
ઝાલોદ તાલુકાના લીમડી શહેરમાં આજ રોજ ના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનું ઠોલ નગારા સાથે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોરોના ગાઇડ લાઇન ને ધ્યાનમાં રાખીને તેમજ તમામ પોલીસ સ્ટાફ ના અધિકારીઓ તથા સર્વ ગામના વડીલો તેમજ ગ્રામ્યના લોકો , ઝાલોદ તાલુકાના સર્વ રાજકીય પક્ષો ઉમેદવારો તેમજ તમામ મિડિયા ના કર્મચારીઓ ઉપસ્થિત રહી ને આજ રોજ દિવસે લીમડી શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ઠોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી હતી