
નીલ ડોડીયાર :- દાહોદ
ફતેપુરા તાલુકાના ચીખલી ગામે જમીન સબંધી મામલે બે પરિવારો વચ્ચે મારક હથિયારો ઉછળ્યા:બંને પક્ષે છ લોકો ઈજાગ્રસ્ત,પોલીસ ફરિયાદ નોંધાઇ
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ચીખલી ગામે જમીન સંબંધી મામલે ગામમાં રહેતાં બે પરિવારો વચ્ચે કુહાડી,ધારીયા, લાકડી જેવા મારક હથિયારો ઉછળતાં બંન્ને પક્ષોના મળી મહિલા સહિત કુલ ૦૬થી વધુ વ્યક્તિઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચતાં બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાવ્યાંનું જાણવા મળે છે જ્યારે ધિંગાણાને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
#paid pramotion
contact us :- sunrise public school
ચીખલી ગામે રહેતાં મણીલાલ ફતાભાઈ મકવાણા, જગદીશભાઈ મખજીભાઈ મકવાણા, ગૌતમભાઈ રૂપાભાઈ મકવાણા, લાલસીંગભાઈ વાલસીંગભાઈ મકવાણા, દરીયાબેન મખજીભાઈ મકવાણા, મોનીકાબેન પ્રકાશભાઈ મકવાણા, તેજલબેન જગદીશભાઈ મકવાણા, કૈલાસબેન હિતેશભાઈ મકવાણા, બીપીનભાઈ લાલસીંગભાઈ મકવાણાનાઓએ ગત તા.૧૧મી જુલાઈના રોજ એકપંસ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે લાકડીઓ, કુહાડી જેવા મારક હથિયારો ધારણ કરી પોતાના ગામમાં રહેતાં મહેન્દ્રભાઈ શકજીભાઈ મકવાણાના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલીસ જમીન સંબંધી મામલે ઝઘડો તકરાર કર્યાે હતો અને એકદમ ઉશ્કેરાઈ જઈ નવલભાઈ, સ્વરાજભાઈ, મહેન્દ્રભાઈ, ગીતાબેન, હેતલબેન વિગેરેને શરીરે હાથે પગે તેમજ માથાના ભાગે કુહાડી વડે તેમજ લાકડી વડે માર મારી લોહીલુહાણ કરી ગંભીર ઈજાઓ પહોંચાડી ટોળાએ ભારે ધિંગાણું મચાવી નાસી ગયું હતું. આ સંબંધે ઈજાગ્રસ્ત મહેન્દ્રભાઈ શકજીભાઈ મકવાણાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સામાપક્ષેથી ચીખલી ગામે રહેતાં જગદીશભાઈ મખજીભાઈ મકવાણાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, તેમના ગામમાં રહેતાં નવલભાઈ શકજીભાઈ મકવાણા, સ્વરાજભાઈ સકજીભાઈ મકવાણા, મહેન્દ્રભાઈ સકજીભાઈ મકવાણા, મધુબેન મહેન્દ્રભાઈ મકવાણા, સવિતાબેન નવલભાઈ મકવાણા તથા કૈલાશબેન સ્વરાજભાઈ મકવાણાનાઓએ જમીન સંબંધી મામલે એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે લાકડી, કુહાડી જેવા મારક હથિયારો ધારણ કરી જગદીશભાઈના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ મણીલાલ, જગદીશભાઈને કુહાડી વડે તેમજ લાકડી વડે માર મારી શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી લોહીલુહાણ કરી ભારે ધિંગાણું મચાવી ટોળી નાસી જતાં આ સંબંધે ઈજાગ્રસ્ત જગદીશભાઈ મખજીભાઈ મકવાણાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————————-