Monday, 16/09/2024
Dark Mode

મોંઘવારી, બેરોજગારી,ભાવવધારાના જેવા મુદ્દાઓના વિરોધમાં જીલ્લા કોંગ્રેસ સમિતિએ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાની અધ્યક્ષતામાં જનવેદના કાર્યક્રમ યોજ્યો

મોંઘવારી, બેરોજગારી,ભાવવધારાના જેવા મુદ્દાઓના વિરોધમાં જીલ્લા કોંગ્રેસ સમિતિએ  પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાની અધ્યક્ષતામાં જનવેદના કાર્યક્રમ યોજ્યો

કેન્દ્રની એનડીએ સરકાર તેમજ રાજ્યમાં ભાજપની સરકારમાં દિનપ્રતિદિન વધી રહેલી બેરોજગારી, મોંઘવારી, પેટ્રોલ ડીઝલમાં વધારો, જીએસટી, તેમજ ભ્રસ્ટાચાર જેવા વિવિધ મુદ્દાઓના વિરોધમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના નેતૃત્વમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિએ  ગાળામાં શાકભાજીનો હાર પેહરી મોદી સરકારની નીતિરીતિના વિરોધમાં સુત્રોચાર કરી મોટી સંખ્યામાં એકત્ર થઇ રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું, સ્થાનિક ધારાસભ્યો, માજી સાંસદ, તેમજ મોટી સંખ્યામાં કૉંગેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા  

દાહોદ ડેસ્ક  તા.૧૩

જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદના ગાંધી ગાર્ડન મુકામે પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાની અધ્યક્ષતામાં જનવેદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ શહેરના રાજ માર્ગો પર રેલી યોજીને બપોરે પ્રાંત અધિકારીને આવેદન આપવામા આવ્યું હતુ. આ રેલીમાં તેમજ જનસભામાં મોટી સંખ્યામાં શહેર સહિત ગ્રામીણ વિસ્તારની મહિલા સહિત પુરૂષો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ પોતાના ભાષણમાં મોદી સરકાર અને તેમની કામગીરી તેમજ અનેક મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમમાં ઝાલોદના ધારાસભ્ય,દાહોદના ધારાસભ્ય,ગરબાડા ધારાસભ્ય વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યની ભાજપ સરકારની કાર્યશૈલીથી નારાજ વિપક્ષ દ્વારા રાજ્ય સહિત દાહોદ શહેરમાં જનવેદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ ગાંધી ગાર્ડન મુકામે પ્રદેશ પ્રમુખ અમિતસિંહ ચાવડા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી રાજીવ સાતવજીની આગેવાનીમાં જનવેદના કાર્યક્રમ આજે બપોરે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજીવ સાતવજીએ પોતાના ભાષણમાં જણાવ્યુ હતુ કે, બે વર્ષ પહેલા ગબ્બરસિંહ ટેક્સ  (જીએસટી ટેક્સ) આવ્યો. આ જીએસટી ટેક્ષના કારણે લોકોના હાથમાં જે પૈસા બચ્યા હતા તે પૈસા પણ નીકળી ગયા.નોટબંધીથી લોકોને પરેશાન ઉઠાવી પડી.ભારતીય જનતા પાર્ટીવાળા નારાઓ ઘણા મોટા મોટા કરે છે પણ કામ કરતાં નથી. મોદી સરકાર દ્વારા ૧૫ – ૧૫ લાખની પ્રજાને લાલચ આપી પ્રજાને છેતર્યા છે વિગેરે અને મુદ્દે મોદી સરકારને ઘેરી હતી ત્યારે અમીતસિંહ ચાવડાએ પણ પોતાના મોદી સરકારને ઘેરી હતી. કાર્યક્રમ દરમ્યાન ગાંધીજીની પ્રતિમાને ફુલમાળા અર્પણ કર્યા બાદ રેલી સ્વરૂપે ગાંધી ગાર્ડનથી નીકળી સ્વામી વિવેકાનંદચોક પહોંચી સ્વામી વિવેકાનંદની ફુલમાળા અર્પણ કરી હતી ત્યાર બાદ ત્યાથી ભગીની સમાજ,યાદગાર ચૌક, નગરપાલિકાથી પડાવ મુકામે પહોંચીને સરદાર વલ્લભભાઈ પટેલને પ્રતિમાને ફુલહાર કર્યા બાદ રેલીનું સમાપન કરવામાં કરવામાં આવ્યુ હતુ. અને આગેવાનોની અધ્યક્ષસ્તામાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ.

error: Content is protected !!