Thursday, 18/04/2024
Dark Mode

લોકડાઉનના ચુસ્તપણે અમલવારી કલેક્ટરશ્રીએ બહાર પાડ્યું જાહેરનામું :દાહોદ શહેરમાં ટુ વ્હીલર વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો

લોકડાઉનના ચુસ્તપણે અમલવારી કલેક્ટરશ્રીએ બહાર પાડ્યું જાહેરનામું :દાહોદ શહેરમાં ટુ વ્હીલર વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો

જીગ્નેશ બારીયા @ દાહોદ  

દાહોદ તા.10

દાહોદ શહેરમાં કોરોનાવાયરસના પ્રથમ કેસ બાદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા શહેરમાં કોરોનાવાયરસના સંક્રમણને અટકાવવા માટે એક પછી એક જાહેરનામા પ્રસિધ્ધ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વધુ એક જાહેરનામું કલેકટર દ્વારા બહાર પાડી દાહોદ શહેરમાં ટુ વ્હીલર વાહનો ચલાવવા ઉપર તેમજ પ્રવેશવા પર સખ્ત પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન આપવામાં આવેલ છૂટછાટ દરમિયાન તેનો દુરુપયોગ થતો હોવાનું જિલ્લા કલેકટરને માલૂમ પડતાં કલેકટર દ્વારા આ જાહેરનામુ બહાર પાડી હવે લોકડાઉનનું ઉલ્લંઘન કરતા ઈસમો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

કેટલાક દિવસો પૂર્વે દાહોદ જિલ્લા કલેકટર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામામાં જણાવ્યા અનુસાર ફોર વ્હિલર વાહન ઉપર પ્રતિબંધ અને માત્ર ટુ વ્હીલર વાહન ઉપર માત્ર છૂટછાટ આપવામાં આવેલ સમયગાળા દરમિયાન માત્ર એક વ્યક્તિ બેસી પસાર થઈ શકશેનું જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું હતુ પરંતુ દાહોદ શહેરવાસીઓ આ જાહેરનામાનું કોઈ પાલન ન કરી ઉલ્લંઘન કરતા પણ જોવા મળ્યા હતા અને દુરુપયોગ થતું હોવાનું જિલ્લા કલેકટરને માલૂમ પડતાં આજરોજ વધુ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી જણાવ્યું હતું કે, ટુ વ્હીલર વાહનોના ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે અનિવાર્ય સંજોગોમાં બહારગામથી આવનાર ટુવિલર ચાલકોએ દાહોદ શહેરની હદમાં પ્રવેશ કરતા પહેલા તેમના વાહનો પોલીસ કર્મચારીઓને સૂચના મુજબ શહેર બહાર પાર્ક કરી શહેરમાં પ્રવેશ કરવાનો રહેશે. કલેકટર દ્વારા વધુમાં જણાવ્યા અનુસાર, આ જાહેરનામુ દાહોદ શહેરની હદમાં લાગુ પડશે અને આ હુકમ જાહેર સેવાઓ તથા ઇમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલ સ્ટાફના વાહનોને તથા સમક્ષ અધિકારીની મંજૂરી મેળવનારને લાગુ પડશે નહીં તેમ જણાવ્યું હતું. આ હુકમનો ઉલ્લંઘન કરનાર ઈસમ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા સજાને પાત્ર થશે તેમ પણ જણાવ્યું હતું.

error: Content is protected !!