Friday, 28/03/2025
Dark Mode

સીંગવડમાં પોલિસતંત્રે વ્યાપારીઓ જોડે મિટિંગ કરી શોશ્યલ ડિસ્ટન્સ જાળવવા સૂચનો કર્યા

સીંગવડમાં પોલિસતંત્રે વ્યાપારીઓ જોડે મિટિંગ કરી શોશ્યલ ડિસ્ટન્સ જાળવવા સૂચનો કર્યા

કલ્પેશ શાહ @ સીંગવડ 

સીંગવડ તા.10

સીંગવડ તાલુકાના રણધીકપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ દ્વારા સીંગવડના વેપારીઓને ભેગા કરવામાં આવ્યા હતા. કોરોના સંક્રમણની સમજણ આપી શોશ્યલ ડિસટન્સ રાખવા માટે ચર્ચા કરવામાં આવી હતી.તેમજ વેપારીઓને કહેવામાં આવ્યું દાહોદ જિલ્લાના કલેકટર શ્રી દ્વારા જે ૯થી ૧૧ વાગ્યાનો ટાઈમ નક્કી કરવામાં આવ્યું છે. તે પ્રમાણે વેપારીઓ દ્વારા તથા શાકભાજી અને ફ્રુટની દુકાન લોકડાઉન દરમિયાનઆવશ્યક ચીજવસ્તુઓના વેચાણ માટે આપેલ છૂટછાટ દરમિયાન સમય પહેલા પોતાની દુકાનો ખોલવી નહીં.તથા જો કોઈ વેપારી દુકાન ખુલ્લી હાલતમાં પકડાશે તો તેના સામે લોકડાઉન ભંગના પગલા લેવામાં આવશે.તથા તમાકુના પાન ગુટકા વિમલ મિરાજ જેવી વસ્તુ નહીં વેચવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તથા કોઇપણ વેપારી તમાકુ ની પ્રોડક્ટ વેચતા પકડાશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી.

error: Content is protected !!