બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકામાંગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભીતોડી પ્રાથમિક શાળા ખાતે ચાલતા સમર યોગ કેમ્પનું સમાપન કરવામાં આવ્યું*
સુખસરતા. ૧
ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં ઉર્જાવાન આદરણીય ચેરમેન યોગ સેવક શિશપાલજીનાં સાનિધ્યમાં , ઝોન કો ઓર્ડીનેટર પિન્કીબેનનાં માર્ગદર્શન હેઠળ તથા જીલ્લા યોગ કો ઓર્ડીનેટર ધુળાભાઈ પારગીના સહયોગથી યોગ કોચ શંકરભાઇ કટારા દ્વારા દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં તારીખ 16/5/2026 થી 30/5/ 2026 સુધી સમર યોગ કેમ ચાલુ કરેલ હતો.જેમાં દરરોજ સવારે સાત થી નવ બે કલાક 130 જેટલા બાળકો સમર યોગ કેમ્પનો લાભ લેતા હતા.બાળકોને શિક્ષણ શાળાઓ માંથી મળે છે

પરંતુ હાલના સમયમાં ખૂબ જ જરૂરી બાબત હોય તો એ સંસ્કાર છે.વ્યસન અને ફેશનથી દૂર રહીને શિક્ષણ અને સંસ્કાર કેવી રીતે મેળવી શકાય એ બાબતો આ કેમ્પ માં બાળકોને શીખવવામાં આવે છે. 15 દિવસના શિડ્યુલમાં બાળકોને સૂક્ષ્મ ક્રિયાઓ,સૂર્ય નમસ્કાર,ઉંચાઈ વધારવાના આસનોમાં તાડાસન,પશ્ચિમો તાનાસન ચક્રાસન ,હલાસન, ભુજંગાસન ,પાચન શક્તિ માટેના આસનોમાં વજ્રાસન,મંડુકાસન, ઉત્તાનપાદર્શન,પવનમુક્તાસન ,બાલમુકુંદશન,યાદશક્તિ માટેના આશનોમાં ધ્રુવાસન,વૃક્ષાસન,ત્રિકોણાસન ગરુડાસન ,મત્સ્યાસન તથા વિવિધ મુદ્રાઓ પ્રાણાયામ ભસ્ત્રિકા કપાલભાતી , અનુલોમવિલો ભમરી પ્રાણાયામ ઉદ્ગીત પ્રાણાયામ ત્રાટક ધ્યાન આદર્શ બાળકનની દિનચર્યા આદર્શ બાળકનો આહાર ,આદર્શ બાળકોના સંસ્કાર જેમાં વહેલા ઉઠવું ,વડીલોને પગે લાગવું, દરરોજ શાળાએ જવું ,દરરોજ લેસન કરવું ,દરરોજ ભગવાનને યાદ કરવુ દરરોજ ઓછામાં ઓછો એક કલાક વાંચવુ,પોતાનું કામ જાતે કરવું ,બીજાને મદદરૂપ થવું, વ્યસનથી દૂર રહેવું ,સાથે મોબાઈલ ની આડ અસરો કેવી છે

તેનો પણ ખૂબ સારી રીતે તમામ બાળકોને અનુભવી અને નિષ્ણાત યોગ કોચ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છેલ્લા દિવસે સમાપન કાર્ય કરવામાં આવ્યું આ સમાપન કાર્યમાં ખૂબ જ ઉર્જાવાન અને આ જ ગામના વતની જિલ્લા યોગ કોઓર્ડીનેટર પારગી સાહેબ તથા મુકેશભાઈ હાજર રહ્યા હતા ગામમાંથી મોટી સંખ્યામાં વડીલો ,માતાઓ ,બહેનો અને બાળકો હાજર રહ્યા હતા.તમામ વાલીઓનું મેદસ્વિતા મુક્ત ગુજરાત બૂક દ્વારા સ્વાગત કર્યું તથા જીલ્લા યોગ કોઓર્ડીનેટર ધુળાભાઇ પારગી દ્વારા આચાર્ય અને યોગકોચ નું સાલ ઓઢાડી સન્માન કર્યું .કાર્યક્રમમાં યોગ વિશે પ્રાથમિક અને સામાન્ય માહિતિ શંકરભાઈ કટારા દ્વારા આપવામાં આવી સાથે જ સમર યોગ કેમ્પ ની જરૂરિયાત કેમ પડી એ બાબતે જીલ્લા યોગ કો ઓર્ડીનેટર શ્રી ધુળાભાઇ પારગી સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે જ બાળકોએ 15 દિવસમાં પોતે શીખેલ બાબતોમાં પ્રતિભાવ આપવામાં આવ્યા .સાથે વાલીઓએ પણ ખુબ સુંદર પ્રતિભાવ આપ્યા જેમાં બાળકો હાલમાં મોબાઈલથી દૂર રહે છે , સવારે વહેલા જાગી જાય છે ,માતા-પિતાના પગે લાગે છે ,લેસન કરવા બેસે છે જેવા પ્રતિભાવો વાલીઓ દ્વારા મળ્યા ત્યારબાદ બાળકોને સર્ટીની સાથે સાથે દાતાઓ દ્વારા ચોપડા ,પેન ,દેશીહિસાબ, વ્યસનમુક્તિ બુક વગેરે જેવી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું જેમાં શૈલેષભાઈ તરફથી 130 દેશીહિસાબ,રઘુભાઈ તરફથી 130 ચોપડા ,દિનેશભાઈ તરફથી 130 બોલપેન ,રાહુલભાઈ તરફથી 130 ચોપડા ,મગનભાઈ તરફથી 130 બોલપેન , આચાર્ય દ્વારા 170 વ્યસનમુક્તિ બુકો વાલીઓને અને બાળકોમાં વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ મા ઉપસ્થિત મુખ્ય અતિથિ માજી સરપંચ શ્રી દિતાભાઇ મછાર ,આંગણવાડી કાર્યકર રમીલાબેન,RSS નાં તાલુકા કાર્યવાહક મુકેશભાઈ તેમજ વાલીઓને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.સાથે દાતાઓનું સન્માન પત્ર પણ આપવામાં આવ્યું.તમામ વાલીઓ માટે દાળ,ભાત અને બુંદીનું ભોજન જીલ્લા યોગ કો ઓર્ડીનેટર શ્રી ધુળાભાઇ પારગી,જશીબેન.અને આચાર્ય દ્વારા કરાવવામાં આવ્યું વાલીઓએ ભીતોડી ગામને સમર કેમ્પ ફાળવવા બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
