Friday, 29/03/2024
Dark Mode

ફતેપુરા તાલુકામાં તમાકુ બનાવટના ત્રણ ગણા ભાવ વધારી થતું કરિયાણાની દુકાનો પર વેચાણ:સ્થાનિક વહીવટીતંત્રે કરિયાણાની દુકાનોમાં તપાસ હાથ ધરાઈ

ફતેપુરા તાલુકામાં તમાકુ બનાવટના ત્રણ ગણા ભાવ વધારી થતું કરિયાણાની દુકાનો પર વેચાણ:સ્થાનિક વહીવટીતંત્રે કરિયાણાની દુકાનોમાં તપાસ હાથ ધરાઈ

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરા તાલુકામાં તમાકુ બનાવટના ત્રણ ગણા ભાવ વધારી થતું કરિયાણાની દુકાનો પર વેચાણ.ફતેપુરામાં વહીવટીતંત્રે કરિયાણાની દુકાનોમાં તપાસ હાથ ધરી.રાજસ્થાન રાજ્ય માંથી  આવતો તમાકુ નો જથ્થો.

સુખસર.તા.09

ફતેપુરા તાલુકામાં હાલમાં કોરોના સંક્રમણને લઈ આવશ્યક ચીજવસ્તુ ખરીદવા માટે બે થી ત્રણ કલાકનો સમય ફાળવે કરવામાં આવી છે જેમાં મોટાભાગના વેપારીઓ તમાકુ બનાવટના વસ્તુઓ ત્રણ ગણા ભાવ વધારી ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જેથી વહીવટી તંત્ર દ્વારા તમાકુની બનાવટો વેચનારા તત્વો સામે લાલ આંખ કરવી જરૂરી જણાય રહ્યું છે.

   ફતેપુરા તાલુકામાં સહિત જિલ્લામાં કોરોના સંક્રમણને લઈ પ્રજાની સાવધાની માટે  લોકડાઉનને સફળ બનાવવા સખત અમલ કરાવી રહ્યો છે જેમાં પ્રજાને આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે અર્થે બેથી ત્રણ કલાક જેટલા સમયની છૂટછાટ આપવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં તમાકુની બનાવટોની ચીજવસ્તુઓ ખાનારાઓ ને પાન પડીકી મળતી ન હોવાથી કેટલાક વેપારીઓ દ્વારા તમાકુની બનાવટોની વસ્તુઓનો સંગ્રહ કરી કાલા બજાર કરવામાં આવી રહ્યા નું ચર્ચાઈ રહ્યું છે જેમાં વિમલ મિરાજ પાન મસાલા પાર્સલ ગુટકા ચૂનો બીડી બિસ્ટોલ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે હાલમાં આ વસ્તુઓ બેથી ત્રણ ગણા ભાવે વેચાણ થઈ રહ્યું છે અને મોટેભાગે આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોમાં જ જેનું વેચાણ થઇ રહ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમાકુ ની બનાવટ ની વસ્તુઓનું વેચાણ કરનારા સામે લાલ આંખ કરી શકાય નહિ કરાય તે જરૂરી બન્યું છે ફતેપુરા નગરમાં પોલીસ દ્વારા ત્રણ થી ચાર સ્થળે છાપો મારવામાં આવ્યો હતો અને તમાકુ બનાવવાનું જથ્થો પણ પકડ્યો હતો તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે આ બાબતથી પી.એસ.આઇ અજાણ હોવાનું જણાવ્યું હતું.

error: Content is protected !!