Wednesday, 04/12/2024
Dark Mode

સંતરામપુરમાં પ્રતિબંધિત વસ્તુઓનો વેચાણ કરતો શખ્સ ઝડપાયો:પોલિસે 20 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો

સંતરામપુરમાં પ્રતિબંધિત વસ્તુઓનો વેચાણ કરતો શખ્સ ઝડપાયો:પોલિસે 20 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુરમાં પ્રતિબંધિત વસ્તુઓનો વેચાણ કરતો શખ્સ ઝડપાયો

સંતરામપુર તા.02

સંતરામપુર પોલીસે પ્રતિબંધિત વ્યસનનો વેચાણ કરતા નગરના ગોધરા  ભાગોળ વિસ્તારમાંથી એક વ્યક્તિ તેમજ બાઈક ઉપર પ્રતિબંધિત વસ્તુ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી 20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

તારીખ 1 ના રોજ સંતરામપુર પોલીસે બાતમીના આધારે ગોધરા ભાગોળ વિસ્તારમાં લકી ટોબેકો નામની વસ્તુ પર પ્રતિબંધ હોવા છતાં તેનું વેચાણ કરતા પિનાક હોવાની બાતમી મળી હતી જેથી સંતરામપુર પોલીસે પંચ રૂબરૂ લકી ટોબેકો નામની દુકાનમાં રેડ કરતાં આસિફ નૂર મોહમ્મદ પઠાણ રેહ. હુસેન ચોક સંતરામપુર પ્રતિબંધ વ્યસનની વસ્તુ ની વેચાણ કરતાં ઝડપી પાડયા હતા કુલ રૂા .16600 નો મુદ્દામાલ જપ્ત કરી આશિફ પઠાણ વિરોધ કાયદેસરની કાર્યવાહી કરી હતી નગરના પેટ્રોલ પંપ પાસે પોતાની બાઈક ઉપર જતા સાજીદ ખાન લતીફખાન પઠાણ રહે.સંત સાત કિલો તમાકુ લઈ જતા પકડી  બાઈક સહિત રૂપિયા ૨૦ હજારનો મુદ્દામાલ કબજે કરી પ્રતિબંધ વસ્તુઓની હેરાફેરી તેમજ લોકડાઉન જાહેરનામાનો ભંગ કરતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે સંતરામપુર નગરમાં લોક ડાઉન દરમિયાન ગુટકા તમાકુ સોપારીનું આ થવાના કારણો અંદર ખાનગી ધોરણે ત્રણ ગણી રકમ વસુલ કરીને વેચાણ થતું હતું અત્યારે લોકડાઉન  હોવા છતાં સંતરામપુરમાં કેટલાક વિસ્તારો ઊંચા ભાવે ગુટકા પડે બીડી સિગારેટ વેચાણ થઈ રહ્યું છે અને ખરેખર સોપારીનો ભાવ 400 રૂપિયા કિલો છે મજબૂરી નો દુરુપયોગ કરીને પંદરસો રૂપિયા કિલો માર્કેટમાં આવા ઊંચા ભાવે વેચાઈ રહ્યું છે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે અને આવા ખાનગી ધોરણે ગુટકા વિમલ વેપારીઓ પર કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવે નગરમાં ચર્ચાએ જોર પકડયું છે

error: Content is protected !!