Thursday, 25/04/2024
Dark Mode

દે.બારીયા:રાજ્યો વચ્ચે સંકલનના અભાવે ભથવાડા ટોલનાકા પર સેંકડો શ્રમિકો અટવાયા

દે.બારીયા:રાજ્યો વચ્ચે સંકલનના અભાવે ભથવાડા ટોલનાકા પર સેંકડો શ્રમિકો અટવાયા

મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દેવગઢબારિયા ના ભથવાડા ટોલનાકા ઉપર યુપી જતા શ્રમિકોને વહીવટીતંત્ર દ્વારા રોકી લેવાતા ૫૦૦ થી વધુ લોકો અટવાયા,યુપી સરકાર દ્વારા મંજૂરી અપાશે તો શ્રમિકોને આગળ જવા દેવાશે.૫૦૦થી ૬૦૦ શ્રમિક અટવાયા,સુરત વાપી તરફથી શ્રમિક ખાનગી વાહનોમાં માદરે વતન યુ.પી જવા રવાના

દે.બારીયા તા.02

દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા ઉપર યુપીના શ્રમિકો માદરે વતન ફરતાં ટોલ નાકા ઉપર તંત્ર દ્વારા રોકી લેવાતા શ્રમિકો અટવાયા શ્રમિકોની હાલત કફોડી બની છે.ત્યારે સરકાર દ્વારા મંજૂરી અપાશે તો જ આગળ જવા દેવાશે.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના ભથાવાડા ગામે ટોલનાકાએ દાહોદ અને પંચમહાલ જિલ્લાની હદ આવેલ છે. ત્યારે હાલમાં કોરોના વાઈરસને લઇ કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન કરી દેવાતા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ ટોલનાકા ઉપર પોલીસ આરોગ્ય સહિત વહિવટી તંત્રને ખડકી દેવામાં આવ્યું છે. ત્યારે હાલમાં લોકડાઉનની અંદર અનેક શ્રમિક લોકો ફસાઈ ગયા છે. જ્યારે રાજ્ય બહારના પણ અનેક લોકો મોટી સંખ્યામાં ફસાઈ ગયા હોય તેમ દેખાઈ રહ્યું છે ત્યારે હાલમાં ત્રીજી મેના રોજ લોકડાઉન પૂરું થવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે લોકડાઉન ફરી વધવાનો કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાતા અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અને આયોજન મુજબ તેની પૂર્વ મંજૂરી વહીવટીતંત્ર પાસેથી લેવાનું અને આરોગ્ય વિભાગ પાસેથી ફીટનેશ સર્ટી સાથે લઈ પોતાના વતનમાં જઈ શકાશે તેઓ જાહેર કરતા યુપી રાજ્યના અનેક શ્રમિકો વાપી વલસાડ સુરતમાંથી પોતાના ખાનગી વાહનોમાં માદરે વતન જવા તરફ નીકળી પડ્યા છે.ત્યારે હાલમાં યુપી સરકાર દ્વારા અન્ય રાજયોમાંથી આવતાં લોકો ઉપર રોક લગાવી દેતા ગુજરાત તેમજ મધ્યપ્રદેશના વહીવટી તંત્ર પણ અટવાઈ ગયું છે. ત્યારે આ શ્રમિકોને યુપી જતા ભથવાડા ટોલનાકા ઉપર સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા રોકી લેવાતા ૫૦૦થી ૬૦૦ જેટલા લોકો ખાનગી વાહનમાં યુપી જતા અટવાઈ ગયા છે ત્યારે આ શ્રમિકોની હાલત ના ઘરના અને ઘાટના જેવી કફોડી બનવા પામી છે. ત્યારે યુપી સરકાર દ્વારા આ શ્રમિકોને પ્રવેશ આપવાની મંજૂરી આપવામાં આવશે ત્યારે જ ગુજરાતની સરહદ પરથી તેઓ લોકોને વહીવટી તંત્ર દ્વારા આગળ જવાની મંજૂરી અપાશે તેમ કહેવાય રહ્યું છે. ત્યારે હાલમાં તો આ શ્રમિકોને ભથવાડા ટોલનાકા ઉપર રોકી લેવાયા છે.

error: Content is protected !!