સંતરામપુર તાલુકાના મોટી ભુગેડી ગામે ખાનગી ટ્રાવેલ્સ ઈલેક્ટ્રીક થાંભલા સાથે ભટકાતા શોર્ટ સર્કિટથી બળીને ખાખ 30 જાનૈયાઓનો આબાદ બચાવ
સંતરામપુર તા.09
સંતરામપુર તાલુકાના મોટી ભુગેડી ગામે ગાંધીનગરથી સુખદેવ પટેલ પરિવાર મોટી ભુગેડી પોતાના પુત્રનું જાન લઈને લગ્ન કરવા માટે આવેલા હતા મોટી ભુગેડી થી દસ વાગ્યાની આસપાસ લગ્ન પતાવીને પસાર થઈ રહ્યા હતા.તે દરમિયાન માં જાન ભરેલી અમદાવાદની ખાનગી ટ્રાવેલ્સ ટ્રાવેલ્સના ડ્રાઇવર નશાની હાલતમાં પલટી મારીને ઈલેક્ટ્રીક થાંભલા સાથે ભટકાઇ હતી.એક દરમિયાનમાં અચાનક આગ ભડકી ઉઠી હતી ટ્રાવેલ્સ માં બેઠેલા જાનૈયાઓ બૂમાબૂમ કરી મૂકી હતી ગ્રામજનો દોડી આવીને ચાલુ આગની અંદર જ બારીના કાચ તોડીને ૩૦ જેટલા જાનૈયાઓને બચાવી લેવાયા હતા પરંતુ તમામ જણાવો ને નાની મોટી ઇજાઓ થતાં સંતરામપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી ડ્રાઈવર ની બેદરકારી અને ઇલેક્ટ્રીક પોલ સાથે ભટકાતાં ખાનગી ટ્રાવેલ બળીને ખાખ થઈ ગઈ હતી પટેલ પરિવાર ગાંધીનગરથી મોટી ભુગેડી નામે લગ્ન કરવા આવેલા હતા આ ઘટના બનતા જ હસ મચ મચી ગઇ હતી ગામના લોકો જીવના જોખમે જાનૈયાઓને બચાવી લીધા ખાનગી ટ્રાવેલ્સ આઠ કલાક સુધી સળગતી રહી આ ટ્રાવેલ્સ માં જાનૈયા બાળકો યુવાનો વૃદ્ધો તમામ હતા સાથે સાથે પોતાના ઘરે ના કપડા સાધનસામગ્રી રૂપિયા પાંચ લાખનો નુકસાન અને બળીને ખાખ થઇ ગયું હતું ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવી હતી.