તેલના ભાવો નિયંત્રણમાં રાખવા માટેની મીટીંગ યોજવામાં આવી
તેલના વેપારીઓ દ્વારા મન મરજી મુજબ આડેધડ ભાવ લેવામાં આવતા હોવાની રજૂઆત મળતા તેલ વિક્રેતા ની મિટિંગ યોજાઈ
ફતેપુરા 08
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીમાં મામલતદાર પી એન પરમાર ની અધ્યક્ષતા માં ફતેપુરા નગરના ખાદ્યતેલ વિક્રેતા ને મીટીંગ યોજાઇ હતી જેમાં નાયબ મામલતદાર પુરવઠા એન આર પારગી તેમજ ફતેપુરા નગરના ખાધતેલ વેચતા વેપારીઓ હાજર રહ્યા હતા ખાદ્યતેલ વેચતા વેપારીઓ દ્વારા તેલના ભાવ મન મરજી મુજબ અને આડેધડ લેવાતા હોવાની તેમજ તેલ ભેલ સેલ કરીને વેચતા હોવાની મળેલ રજૂઆત ને ધ્યાનમાં રાખી મામલતદાર દ્વારા વેપારીઓને કડક સૂચના આપી હતી તેલના ભાવ નિયંત્રણમાં રાખવા તેમજ આડેધડ ભાવ નહીં લેવા તાકીદની સૂચના આપી હતી તેમજ હાલમાં કોરોના કેસો મા દિન-પ્રતિદિન વધારો થતો હોય માસ ફરજીયાત પહેરવું તેમજ ગ્રાહકો ને પણ માસ ફરજીયાત . દુકાન પર સોશિયલ distance રાખવું તેમજ સેનેટાઈઝર નો ઉપયોગ કરવું વગેરે સુચનાઓ આપવામાં આવેલ હતા.