Thursday, 26/12/2024
Dark Mode

દે. બારીયાના સાગટાલામાં ત્રણ વૈભવી ગાડીમાં લઇ જવાતા બે લાખ ઉપરાંતના વિદેશીદારૂના જથ્થાને પોલિસે ઝડપી પાડ્યો:એક પકડાયો,9 પોલીસને ચકમો આપી ફરાર થયાં

દે. બારીયાના સાગટાલામાં ત્રણ વૈભવી ગાડીમાં લઇ જવાતા બે લાખ ઉપરાંતના વિદેશીદારૂના જથ્થાને પોલિસે ઝડપી પાડ્યો:એક પકડાયો,9 પોલીસને ચકમો આપી ફરાર થયાં

નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ તા.૦૨

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના સાગટાળા ગામે બામરોલી સીમાડા રોડ પાસે ત્રણ વૈભવી ફોર વ્હીલર ગાડીઓમાં ૧૦ જેટલા ઈસમો એકબીજાના મેળાપીપળામાં વિદેશી દારૂનો જથ્થો આ ત્રણ વાહનોમાં ભરી હેરાફેરી કરવાના ઈરાદે તથા આ વિદેશી દારૂની કટીંગ કરતાં હોવાનો પોલીસે બાતમી મળતાંની સાથે જ સાગટાળા પોલીસનો કાફલો આ સ્થળ પર પહોંચી જતાં બુટલેગરોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા અને આ દરમ્યાન એકને પોલીસે ઝડપી પાડ્યા બાદ ત્રણેય વાહનોમાંથી કુલ રૂા.૨,૩૪,૬૦૦નો વિદેશી દારૂના જંગી જથ્થા સાથે ત્રણેય વાહનો કબજે લઈ ફરાર બીજા વ્યક્તિઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

૩૧ ડિસેમ્બરને ગયાને કલાકોનો સમય વિત્યો નથી ત્યારે બે દિવસની અંદરજ બુટલેગરો દાહોદ જિલ્લામાંથી વિદેશી દારૂનો જથ્થો ઘુસાડી હેરાફેરી કરવાના મુડમાં આવી ગયા હતાં ત્યારે દેવગઢ બારીઆ તાલુકાના સાગટાળા ગામે બામરોલી સીમાડા રોડ પાસે એક સફેદ કલરની મહેન્દ્ર સવારી ફોર વ્હીલર ગાડી, સીલ્વર કલરની બોલેરો ગાડી અને એક સફેદ કલરની ઈક્કો ગાડી મળી આ ત્રણેય ગાડીઓમાં જંગી માત્રામાં વિદેશી દારૂ મંગાવી કટીંગ કરવાના તેમજ હેરાફેરી કરવાના ઈરાદે આ ગાડીઓમાં લદોલદ વિદેશી દારૂ ભરેલ હોવાની બાતમી સાગટાળા પોલીસને ગતરોજ મળતાંની સાથે જ પોલીસ કાફલો આ સ્થળે જવા રવાના થઈ ગયો હતો જેવી પોલીસની ગાડીઓ જાેતાની સાથે જ સ્થળ પર હાજર બુટલેગરોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતાં અને પોલીસે એક્શન લેતાં ઈશ્વરભાઈ ભારૂભાઈ પટેલ (રહે. અંતેલા, માળુ ફળિયું, તા.દેવગઢ બારીઆ,જિ.દાહોદ) નાને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો. પોલીસે ગાડીઓમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.૩૨૭૦ જેની કુલ કિંમત રૂા.૨,૩૪,૬૦૦ના જંગી પ્રોહી જથ્થા સાથે ત્રણેય વાહનો કબજે કર્યા હતા. આ સાથે કલસીંગભાઈ સુરસીંગભાઈ બારીયા (રહે.માંડવ,તા.દેવગઢ બારીઆ), જગદીશ ભુપત પટેલ (રહે. અંતેલા), કલસીંગનો માણસ, પ્રવિણ રણજીતસિંહ બારીયા (રહે. ખાનપાટલા, ઘોઘંબા, તા.ઘોઘંબા, જિ.પંચમહાલ), મંજુલા નાયક (રહે. મેન્દ્રા, તા.દેવગઢ બારીઆ), કિશનભાઈ બારીયા (રહે.ફુલપરા, તા.દેવગઢ બારીઆ), મંજુલા પ્રવિણ પટેલ (રહે. ડાંગરીયા,તા.દેવગઢ બારીઆ), લખાભાઈ પટેલ (રહે.રૂપાબારી,તા.દેવગઢ બારીઆ) અને નાનજીભાઈ પટેલ (રહે.મુવાડા, વાવડી ફળિયું,તા.દેવગઢ બારીઆ) ના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે અને તમામ વિરૂધ્ધ સાગટાળા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————————–

error: Content is protected !!