Thursday, 25/04/2024
Dark Mode

દાહોદ:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શહેર સહિત જિલ્લામાં ભરશિયાળે ચોમાસા જેવું માહોલ સર્જાયું:પંથકમાં પડેલા કમોસમી માવઠાના પગલે ખેડૂતોને વ્યાપક નુકશાન થવાની ભીતી,જનજીવન ઠુંઠવાયું

દાહોદ:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શહેર સહિત જિલ્લામાં ભરશિયાળે ચોમાસા જેવું માહોલ સર્જાયું:પંથકમાં પડેલા કમોસમી માવઠાના પગલે ખેડૂતોને વ્યાપક નુકશાન થવાની ભીતી,જનજીવન ઠુંઠવાયું

દાહોદ લાઈવ માટે શબ્બીર સુનેલવાલ, વિનોદ પ્રજાપતિ, કપિલ સાધુ, દક્ષેસ ચૌહાન, સૌરભ ગેલોત,સુમિત વણઝારા,હિતેશ કલાલની રિપોર્ટ 

દાહોદ તા.11

દાહોદ શહેર સહીત જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગઈકાલે સાંજથી શરૂ થયો કમોસમી માવઠું, જિલ્લામાં શનિવારે છૂટાછવાયા અને ઝરમર વરસાદની હવામાન વિભાગની આગાહી,માવઠાને કારણે  તાપમાનનો મહત્તમ પારો ગગડી ગયો,હિલસ્ટેશન જેવો માહોલ સર્જાયો

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દાહોદ શહેર તેમજ તાલુકા મથકના વિસ્તારોમાં શિયાળાના આરંભે જ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.તેમાં પણ દાહોદ શહેરમાં ગઈકાલ રાતથી જ ઝરમર પરંતુ એકધારો વરસાદ ચાલુ થઈ ગયો છે.તેમજ બપોર બાદ ઠંડા સુસવાટા ભર્યા પવન ફૂંકાવવાના લીધે મહત્તમ તાપમાન ગગડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.હવામાન ખાતાની આગાહી અનુસાર હજી આવતીકાલ એટલે કે શનિવાર ને 12 ડિસેમ્બરના રોજ પણ  દાહોદ સહીત આસપાસના વિસ્તારોમાં આવો વરસાદી માહોલ જારી રહેશે.

તાલુકા મથકોમાં પણ કમોસમી માવઠાના લીધે  વરસાદી માહોલ જામ્યુ:ખેડૂતોના પાકને નુકશાન થવાની આશંકા

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગઈકાલ સાંજથી શરૂ થયેલા કમોસમી માવઠાને લીધે એક તરફ ભરશિયાળે  ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. દાહોદ, લીમખેડા,દેવગઢ બારીયા,ગરબાડા, લીમડી,ઝાલોદ,સુખસર સીંગવડ,સંજેલી,ફતેપુરા સહિતના તાલુકામાં ધીમી ધારે થયેલા કમોસમી માવઠાને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.જોકે વેસ્ટર્નન ડિસ્ટર્બન્સના કારણે થયેલા વરસાદના પગલે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.જોકે ગઈકાલ સાંજથી શરૂ થયેલા વરસાદના પગલે શહેર સહીત જિલ્લાના બજારોમાં સન્નાટો પ્રસરી ગયો હતો.  તેમજ વરસાદી માહોલની વચ્ચે લોકોએ કામ વગર બહાર જવાનું ટાળ્યું હતું.

દાહોદ ગરબાડા રોડ પર દેવધા નજીક ઝાડ રસ્તા વચ્ચે પડતા વાહન વ્યવહાર ખોરવાયું:ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એક તરફ શહેર સહીત જિલ્લામાં વરસાદી માહોલ જામતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે. જેના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયો છે. ત્યારે દાહોદ ગરબાડા રોડ પર દેવધા ગામે ઝાડ રસ્તા પર ધરાશાયી થતાં વાહન વ્યવહાર ખોરવાઇ જવા પામ્યો છે. જેના પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા રોડ પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે.

error: Content is protected !!