Friday, 19/04/2024
Dark Mode

ઝાલોદ નગર પાલિકાની સામાન્ય સભામાં દુકાન તથા તળાવની ગેરરીતિઓના મુદ્દાઓ ચર્ચાતા ગરમાવો,પાલિકાનું પાણીનું બિલ ૬ કરોડ જેટલું બાકી,પાલિકાતંત્રનું ગેરરીતિઓ મુદ્દે ભેદી મૌનથી લોકોમાં આશ્ચર્ય સર્જાયું

ઝાલોદ નગર પાલિકાની સામાન્ય સભામાં દુકાન તથા તળાવની ગેરરીતિઓના મુદ્દાઓ ચર્ચાતા ગરમાવો,પાલિકાનું પાણીનું બિલ ૬ કરોડ જેટલું બાકી,પાલિકાતંત્રનું ગેરરીતિઓ મુદ્દે ભેદી મૌનથી લોકોમાં આશ્ચર્ય સર્જાયું

  દાહોદ લાઈવ ડેસ્ક……

ઝાલોદ નગર પાલિકાની સામાન્ય સભામાં દુકાન તથા તળાવની ગેરરીતિઓના મુદ્દાઓ ચર્ચાયા,પાલિકાનું પાણીનું બિલ ૬ કરોડ જેટલું બાકી,પાલિકાતંત્રનું ગેરરીતિઓ મુદ્દે ભેદી મૌન

ઝાલોદ તા.10

ઝાલોદ નગર પાલિકાની સામાન્ય સભા આજ ગુરુવારના રોજ પાલિકાના સભાખંડમાં મળી હતી.વિવિધ મુદ્દે તોફાની બનવાના એંધાણ વચ્ચે યોજાયેલી આ સામાન્ય સભામાં પાલિકામાં થયેલી ગેરરીતિઓ અંગેના મૌન સાથે જ પાલિકા ની સભા પૂર્ણ થતાં પાલિકા તંત્રનું ભેદી મૌન એ અનેક પ્રશ્નોને હજીય અકબંધ રાખ્યા હતા.

 પાલિકાના પૂર્વ ઉપપ્રમુખની હત્યા અને એક સભ્યની આત્મહત્યા બાદ પાલિકાની પ્રથમ સામાન્ય સભા આજ ગુરુવારના રોજ પાલિકા ના સભાખંડમાં યોજાઈ હતી. જેની શરૂઆતમાં જ આ બંને સભ્યોને યાદ કરી અને બે મિનિટનું મોન રાખી અને સામાન્ય સભા ની શરૂઆત કરવામાં આવી હતી.

 જેમાં ભંગારની હરાજી, ત્રિમાસિક હિસાબોની મંજૂરી, ઓનલાઇન ટેન્ડર મંજૂર કરવા, પાલિકાના નવીન ભવનની દરખાસ્ત, ૧૫ માં નાણાંપંચના કામોનું આયોજન, ભારે વાહનો પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ડમ્પીંગ સાઈટ વગેરે જેવા મુદ્દાઓ ની ચર્ચા કરવામાં આવી હતી. જોકે કેટલાક મુદ્દાઓ ને લઈને આ સામાન્ય સભા તોફાની બનવાના એંધાણ હતા.ત્યારે સત્તાધારી પક્ષ તથા વિપક્ષ દ્વારા અંગીકાર કરવામાં આવેલા ભેદી મૌનને પગલે સામાન્ય સભા શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

ઝાલોદ નગર પાલિકામાં યોજાયેલ સામાન્ય સભામાં દુકાન તથા તળાવને લઈને પાલિકા નું ભેદી મોનથી લોકોમાં આશ્ચર્ય સર્જાયું 

પાલિકાની દુકાન તથા તળાવના ટેન્ડરમાં ખોટા બીલો રજૂ કરી અને પચાવી પાડવામાં આવ્યું હોવાનું પાલિકા તંત્ર દ્વારા જ જાહેર કરવામાં આવ્યું હતું. જે બદલ પાલિકાતંત્ર દ્વારા આ અંગે નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં, પાલિકાએ દુકાન ફરીથી પરત લેવા અંગે તેમજ, તળાવનો મત્સ્ય ઉછેર માટેનો ઈજારો રદ કરવા અંગેનો નિર્ણય લીધો ન હતો. દુકાન પરત લેવા અંગે સર્વ સહમતીથી નિર્ણય લેવામાં આવ્યો હતો.જો કે પાલિકા સાથે થયેલી છેતરપિંડી અંગે ફોજદારી કેસ થશે કે કેમ તે અંગેનો પ્રશ્ન ચર્ચાયો નહોતો. તો તળાવના મત્સ્ય ઉછેર અંગેનો નિર્ણય પેંડિંગ રાખવામાં આવ્યો હતો.જેને લઈને પાલિકા સભ્યો માં જ અસંતોષ સર્જાયો હતો.

પાલિકાનું પાણીનું બિલ તેમજ લાઈટ બીલ અંગે પણ ચર્ચા થઈ

પાલિકાના માછણ ડેમમાંથી લેવાતા પાણીનું બિલ છ કરોડ જેટલું બાકી હોઇ આ બિલ માફ કરવા માટે સરકારને રજૂઆત કરવા અંગે પણ ચર્ચા થઈ હતી.તો લાઇટ બિલ ભરવા અંગે પણ નક્કી કરવામાં આવ્યું હતું.

ધારાસભ્ય દ્વારા ૨૦૧૨ થી પાલિકાના વિકાસ કામો અંગે માહિતી માંગવામાં આવતા ચકચાર 

ઝાલોદના કોંગ્રેસી ધારાસભ્ય ભાવેશ કટારા દ્વારા પાલિકામાં ૨૦૧૨ થી લઈને ૨૦૨૦ સુધીના થયેલા કામ અને ગ્રાન્ટ અંગેની માહિતી માંગવામાં આવી હતી. જે અંગે પાલિકા એ સર્વાનુમતે આ માહિતી આપવા અંગે નિર્ણય કર્યો હતો.

પાલિકાની સામાન્ય સભામાં ચીફ ઓફિસર અને સભ્યો વચ્ચે નજીવી ચકમકના દ્રશ્યો સર્જાયા 

સામાન્ય સભામાં ચીફ ઓફિસર દ્વારા સરકારી નિયમ મુજબ જ જાહેર હરાજી કરવામાં આવે તેવો આગ્રહ રાખવામાં આવ્યો હતો. જોકે આ મુદ્દે કેટલાક સભ્યોએ વિરોધનો શુર રેલાવતા ચીફ ઓફિસર હિરલ ઠાકર દ્વારા પાલિકાએ આ અંગે થયેલી ગેરરીતિને પગલે પાલિકાના તમામ સભ્યો સસ્પેન્ડ થાય તેમ પણ કહ્યું હતું. જો કે આ વાત અહીંયા જ પૂરી થઈ હતી. પણ પાલિકામાં જો આટલી જ ગેરરીતિઓ થઈ છે. તો આ અંગે કંઇ નિર્ણય હજી સુધી કેમ લેવાતો નથી. તેવો પણ પ્રશ્ન ઉદભવ્યો હતો.

error: Content is protected !!