Thursday, 28/03/2024
Dark Mode

ફતેપુરા તાલુકામાં કમોસમી વરસાદથી રવી સીઝનને ફાયદો:ઇંટ ભઠ્ઠા માલિકોને લાખોનું નુકશાન,રવી સીઝનમાં ઘઉં,જવ, ચણા,મકાઈની ખેતીને ફાયદો જ્યારે તુવરના પાકને નુકશાન.

ફતેપુરા તાલુકામાં કમોસમી વરસાદથી રવી સીઝનને ફાયદો:ઇંટ ભઠ્ઠા માલિકોને લાખોનું નુકશાન,રવી સીઝનમાં ઘઉં,જવ, ચણા,મકાઈની ખેતીને ફાયદો જ્યારે તુવરના પાકને નુકશાન.

  બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકામાં કમોસમી વરસાદથી રવી સીઝનને ફાયદો:ઇંટ ભઠ્ઠા માલિકોને લાખોનું નુકશાન,રવી સીઝનમાં ઘઉં,જવ, ચણા,મકાઈની ખેતીને ફાયદો જ્યારે તુવરના પાકને નુકશાન.

  સુખસર,તા.૧૧

    હવામાન ખાતાની આગાહી અનુસાર ફતેપુરા તાલુકામાં ગત રોજ રાત્રિના સમયથી હવામાનમાં અચાનક પલટો થતા વરસાદી માહોલ સર્જાયો હતો.અને રાત્રીના સમયથી કમોસમી વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો સ્થિતિ સર્જાઇ હતી.જ્યારે ફતેપુરા તાલુકામાં ઇટ ભઠ્ઠા માલિકોની કાચી ઈટો કમોસમી વરસાદથી ભીંજાય જતાં લાખો રૂપિયાનું નુકસાન પહોંચવા પામ્યું હોવાનું જાણવા મળે છે.

      જાણવા મળેલી માહિતી અનુસાર ફતેપુરા તાલુકામાં ગતરોજ રાત્રિથી કમોસમી માવઠાનુ આગમન થતાં હાલ રવી સીઝનના ઘઉં,જવ,ચણા,મકાઈ જેવા ખેતીપાકોને ફાયદો થશે તેમ જણાય છે.અને ખેડૂતોને એક પિયત નો ફાયદો થયો છે.જ્યારે તુવરના પાક ને નુકસાન પહોંચવા પામ્યું હોવાનું જાણવા મળે છે.તેમજ જે તુવેરનો પાક તૈયાર થવા આવેલ છે તે પાકમાં ઈયળો પડવાની સંભાવના વધી જવા પામેલ છે. તેમાં તૈયાર થયેલ તુવેરના પાક કમોસમી વરસાદથી મોટું નુક્સાન ભોગવવાનો વારો ખેડૂતોને આવશે તેમ જણાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. જોકે કમોસમી માવઠાથી ખેડૂતોને ખેતી પાકોમાં નુકસાન કરતા ફાયદો વધુ જણાઈ રહ્યો છે. તેમજ પશુઓ માટે રાખવામાં આવેલ સૂકા ઘાસચારા ઉપર વરસાદ પડતા ઘાસચારો બગડવાથી નુકસાન થવાની શક્યતા પણ વધી જવા પામેલ છે.તાલુકામાં અનેક ઈટ ભટ્ટાઓ આવેલ છે.જેમાં હાલ દિવાળી બાદ નવીન ઈટો બનાવવાની શરૂઆત કરવામાં આવેલ છે.અને ઈટો પાકી કરવા માટે પૂર્ણ માત્રામાં નહી થતા જે કાચી ઈટો હતી તેના ઉપર વરસાદ પડતાં લાખો રૂપિયાનું નુકસાન પહોંચવા પામ્યું હોવાનું જાણવા મળે છે. અહીંયા જણાવવું જરૂરી છે કે હાલ વાતાવરણ મા ઠંડક પ્રસરી જવા પામેલ છે તેમજ ઠંડી દિવસે ગરમી તેમજ કમોસમી વરસાદથી પ્રજામાં શરદી,ખાસીનો વાવર પણ વધવાની શક્યતા વધી જવા પામેલ છે. અને વધુ લોકો વાઇરલ ઇન્ફેકશનની બિમારીમાં સપડાય તેવા સંજોગો પણ જણાઈ રહ્યા છે. આમ ફતેપુરા તાલુકામાં કમોસમી વરસાદથી ખેતીમાં એક બાજુ ફાયદો હોય તો બીજી બાજુ નુકસાન પણ થવાની શક્યતા વધી જવા પામેલ છે.

error: Content is protected !!