
દાહોદ લાઈવ ડેસ્ક…..
ઈરફાન બોરવેલ દ્વારા રાહુલ જોધા રાઠોડ વિરુદ્ધ છેતરપિંડી અંગે પોલીસ માં અરજી,પોતાના ખોટા બીલો, દસ્તાવેજો રજૂ કરી અને ૧૪.૮૦ લાખ ની પાલિકા તથા પોતાના સાથે છેતરપિંડી કરી હોવાની અરજી કરવામાં આવી.
ઝાલોદ તા.06
ઝાલોદ પાલિકાના કાઉન્સિલર હિરેન પટેલની હત્યા બાદ, પાલિકાના રાજકારણ થી લઈને પાલિકામાં થયેલા ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ શંકાના ઘેરા માં આવ્યા હતા. જેમાં હિરેન પટેલની હત્યાની સોપારી આપનાર અજય કલાલના નામે ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવામાં આવેલી પેટ્રોલ પંપ ની પાછળની દુકાન પ્રકાશમાં આવી હતી.
જેમાં આ દુકાનના નાણાં સાટા પધ્ધતિથી ચૂકવવામાં આવતા, પાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર દ્વારા અજય કલાલ સહિત જેના નામે હરાજીમાં દુકાન ફાળવવામાં આવી છે.તેવા રાહુલ જોધા રાઠોડને સાત દિવસમાં નાણાં ચૂકવવા અંગે નોટિસ પાઠવવામાં આવી હતી.
ત્યાર બાદ આ દુકાનની અવેજમાં મુકવામાં આવેલા બીલો પણ બોગસ હોવાનું પાલિકાના ધ્યાને આવ્યું હતું.અને મૂકવામાં આવેલા કુલ ૩૫.૮૦ લાખ માટે કુલ ૫ જેટલી એજન્સીઓ વિરુદ્ધ, પાલિકા છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવાનું વિચારી રહી છે. ત્યારે આ એજન્સીઓ માંથી એક એવી ઇરફાન બોરવેલ એજન્સીના માલિક રિજવાન રજ્જાક મતાદાર દ્વારા પોતે પાલિકામાં બોરવેલ નું કોઈ કામ કરેલ નથી.અને દુકાન માટે રાહુલ જોધા રાઠોડ દ્વારા પોતાની જાણ બહાર પોતાના નામના ખોટા બિલ રજૂ કરી, ખોટી સહીઓ કરી અને બોગસ દસ્તાવેજો રજુ કરી પોતાના નામનું સમ્મતી પત્રક રજૂ કરી અને પોતાની તથા પાલિકા સાથે ૧૪.૮૦ લાખની છેતરપિંડી કરી હોવાથી તેની સામે કાયદેસરની ફરિયાદ કરવા માટે અરજી કરવામાં આવી છે. જેને લીધે આ દુકાનને લઈને હાલ તો નવો જ વિવાદ જન્મી રહ્યો છે.