Monday, 17/01/2022
Dark Mode

દાહોદ:વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ દ્વારા રાષ્ટ્રવાદી પત્રકાર અર્નબ ગોસ્વામી વિરૂધ્ધ મહારાષ્ટ્ર સરકાર દ્વારા થઈ રહેલી બિનલોકતાંત્રિક કાર્યવાહી રદ કરવાની માંગણી સાથે ભારતના રાષ્ટ્રપતિને લેખિતમાં રજુઆત કરાઈ

દાહોદ:વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ દ્વારા રાષ્ટ્રવાદી પત્રકાર અર્નબ ગોસ્વામી વિરૂધ્ધ મહારાષ્ટ્ર સરકાર દ્વારા થઈ રહેલી બિનલોકતાંત્રિક કાર્યવાહી રદ કરવાની માંગણી સાથે ભારતના રાષ્ટ્રપતિને લેખિતમાં રજુઆત કરાઈ

નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ તા.૧૦

વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દાહોદ દ્વારા રાષ્ટ્રવાદી પત્રકાર અર્નબ ગોસ્વામી વિરૂધ્ધ મહારાષ્ટ્ર સરકાર દ્વારા થઈ રહેલી બિનલોકતાંત્રિક કાર્યવાહી રદ કરવાની માંગણી સાથે ભારતના રાષ્ટ્રપતિને લેખિત રજુઆત કરવામાં આવી છે.

અરજીમાં જણાવ્યા અનુસાર, તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારના આદેશથી મહારાષ્ટ્ર પોલીસ દ્વારા રાષ્ટ્રવાદી પત્રકાર અર્નબ ગોસ્વામીની કોઈ કુખ્યાત અપરાધીની જેમ ેતમના ઘરે ઝઈ અમાનવીય વર્તન કરી તેમને શારિરીક ઈજાઓ પહોંચાડી ધરપકડ કરવામાં આવી છે. પ્રતિષ્ઠિત ન્યુઝ ચેનલ ટીવીના ચીફ એડીટરની ધરપકડના આ દ્રશ્યો સમગ્ર દેશે ટેલિવીઝન પર લાઈવ જાેયા છે. ભારત જેવી તંદુરસ્ત લોકશાહીના ચોથા સ્તંભ એવા પત્રકારત્વનો અળાજ દબાવવાના મહારાષ્ટ્ર સરકારના આ નિર્લજ્જ પ્રયાસને કારણે સમગ્ર દેશના લોકતાંત્રિક માળખા પર વજુઘાત જેવો અનુભવ થયો છે તેમ અરજીમાં જણાવાયું છે. વધુમાં જણાવ્યા અનુસાર, આજે સમગ્ર દેશના માનવ પટલ પર કટોકટી કાળની યાદો ફરી તાજી થઈ છે. સમગ્ર દેશ સાક્ષી છે કે, અર્નબ ગોસ્વામીને ખુબજ યુવના વયથી પત્રકારત્વ જગતમાં સઘર્ષ કરી દેશ સમક્ષ પુરજાેશથી સત્યને રજુ કરી એક રાષ્ટ્રવાદી પત્રકાર તરીકે દેશવાસીઓના હ્ય્દયમાં સ્થાન બનાવ્યું છે. તાજેતરમાં મહારાષ્ટ્રના પાલઘરમાં સેતોની થયેલી હત્યા બાતતે તેમણે બુલંદ અવાજ ઉઠાવી મહારાષ્ટ્ર સરકારની આ ગુનો રોકવામાં અને તેમની તપાસમાં દાખવેલી ગુનાહિત બેદકારી ઉજાગર કરી હતી. દેશને સ્પર્શતા મુદ્દાઓ જેવા કે, ત્રિપલ તલા, કલમ ૩૭૦ નાબુદી, શ્રીરામ મંદિર નિર્માણ જેવા મુદ્દાઓ વિષયક તેઓ વખતો વખત દેશને સાચી માહિતી અને દિશા – નિર્દેશ આપતા રહ્યા છે. આ સાથે તેઓની સામે કાર્યવાહી રદ કરવાની માંગણી સાથે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દાહોદ દ્વારા ભારતના રાષ્ટ્રપતિને સંબોધી એક લેખિત અરજી રવાના કરવામાં આવી હતી.

—————————

error: Content is protected !!