Tuesday, 15/06/2021
Dark Mode

ઝાલોદ:સાત લાખ રૂપિયાના ભ્રષ્ટાચાર તેમજ ઉચાપતના કેસમાં ધોળા ખાખરા ગામના સરપંચ સસ્પેન્ડ કરતા જીલ્લા વિકાસ અધિકારીશ્રી રચિત રાજ

ઝાલોદ:સાત લાખ રૂપિયાના ભ્રષ્ટાચાર તેમજ ઉચાપતના કેસમાં ધોળા ખાખરા ગામના સરપંચ સસ્પેન્ડ કરતા જીલ્લા વિકાસ અધિકારીશ્રી રચિત રાજ

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.08

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ ધોળાખાખરા ગામના સરપંચ દ્વારા રૂપીયા ૭ લાખ રૂપીયાનો ભ્રષ્ટાચાર તેમજ ઉચાપત થયાના આક્ષેપો સહિત લેખિત અરજી થઈ હતી.આ સમગ્ર મામલો તપાસના દાયરામાં હતો ત્યારે આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખી દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તલસ્પર્શી તપાસ હાથ ધરતાં સમગ્ર મામલામાં સરપંચ પોતાની ફરજ અને સત્તાો બજાવવામાં નિષ્ફળ નીવડતાં હોવાનું માલુમ પડતાં ધોળાખાખરા ગામના સરપંચને જિલ્લા વિકાસ અધિકારી રચીત રાજે સરપંચ પદેથી સસ્પેન્ડ કરતો હુકમ કરતાં દાહોદ જિલ્લાના ગ્રામ પંચાયતના ભ્રષ્ટ સરપંચ સહિત તલાટીઓમાં ચકચાર સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, ઝાલોદ તાલુકાના સરપંચ જાેધસિંહ ટીટાભાઈ ડામોર દ્વારા રૂપીયા સાત લાખનો ભ્રષ્ટાચાર તેમજ ઉચાપત કરવામાં આવેલ હોવાના આક્ષેપો સાથે તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીને જાગૃત નાગરિકો દ્વારા લેખિત રજુઆતો કરવામાં આવી હતી. આ બાદ તારીખ ૨૨.૦૬.૨૦૨૦ તથા ૨૧.૦૯.૨૦૨૦ ના રોજની સુનાવણી દરમ્યાન સરપંચ જાેધસિંહ ડામોર દ્વારા લેખીત જવાબ રજુ કરવામાં આવ્યો હતો પરંતુ તેના સમર્થનમાં આધાર પુરાવા, કામના અંદાજપત્ર, તાંત્રીક વહીવટી મંજુરી, કામોના કંમ્પલીશન અંગેના પ્રમાણપત્રો, કામોના ત્રણ સ્ટેવાર ફોટોગ્રાફર વિગેરે રજુ કરવામાં આવ્યા ન હતા. આ સમગ્ર પ્રકરણમાં તાલુકા વિકાસ અધિકારી,ઝાલોદ પાસે અરજદારની રજુઆત સબબ વિગતે તપાસ કરાવતાં રજુ કરેલ અહેવાલથી ગેરરિતી સમર્થન કર્યું હતુ.

બીજી તરફ સરપંચ જાેધસિંહ ડામોર દ્વારા રજુ કરેલ જવાબ ગ્રાહ્ય રાખવાપાત્ર પુરતા કારણો જણાઈ આવ્યા ન હતા અને તેઓ દ્વારા ગુજરાત પંચાયત અધિનિયન – ૧૯૯૩ની કલમ – ૫૭(૧) હેઠળ સરપંચ તરીકેની સત્તા અને ફરજાે બજાવવામાં નિષ્ફળ નીવડેલ હોવાનું જણાઈ આવતાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ દ્વારા તારીખ ૦૫.૧૦.૨૦૨૦ના રોજ ધોળાખાખરા ગ્રામ પંચાયતના સરપંચ જાેધસિંહ ટીટાભાઈ ડામોરને સરપંચ પદ પરથી દુર કરવાનો લેખિત હુકમ કરવામાં આવ્યો હતો અને આ ગ્રામ પંચાયતન હસ્તકનો ચાર્જ ઉપ સરપંચને સુપ્રત કરવાનો જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લો આમેય આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને તેમાંય વિકાસના કામોમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો હજુ પણ રસ્તાઓ, પાણી, સાફ સફાઈ વિગેરેના નામે માત્ર ને માત્ર કાગળ પર ખર્ચાઓ દર્શાવી સરપંચો લાગતા વળવળતાં અધિકારીઓની સાંઢ ગાંઢમાં ભારે ભ્રષ્ટાચાર આચરતાં જ હોય છે. ભુતકાળમાં પણ આવા પ્રકરણો સામે આવી ચુક્યા છે. સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે લાખ્ખો, કરોડો રૂપીયા ચુકવતી હોય છે પરંતુ વિકાસમાં શુન્યમાંથી સર્જન કરવાને બદલે આવા સરપંચો તેમજ તેમના મળતીયાઓ અને લાગતા વળગતાં સાંઢગાંઠ ધરાવતા અધિકારીઓ માત્રને માત્ર પોતાના ખિસ્સાઓ અને બેંન્ક બેલેન્સ જ ભરતાં હોય છે. આવા સરપંચોની સાથે સાથે આવા પ્રકરણમાં કસુરવાર અધિકારીઓને પણ આવી જ સજા કરવામાં આવે તો જ ભ્રષ્ટ સરપંચો અને અધિકારીઓ, કર્મચારીઓની સાન ઠેકાણે આવે અને વિકાસની કાર્યપધ્ધતિ આગળ વધે. હાલ પણ દાહોદ જિલ્લાના એવા ઘણા ગ્રામીણ વિસ્તારો છે જ્યાં રસ્તાની સુવિધા નથી, પાણીની સુવિધા નથી, સાફ સફાઈના પણ ઠેકાણા નથી, સૌચાલયોના બાંધકામ નથી. સામાન્ય માણસ જાણે અને સમજે બધુ છે પરંતુ આવા ભ્રષ્ટ સરપંચોની લાગવગ અને તેઓના હોદ્દાની ઉપરવટ જઈ સામાન્ય માણસ અવાજ ઉઠાવી શકતો નથી. ક્યાંકને ક્યાંક સામાન્ય માણસના અવાજને દબાવી પણ દેવામાં આવતો હોય છે. ભીનું પણ સંકેલી દેવામાં આવતું હોય છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આવા આવા ભ્રષ્ટ સરપંચો સામે લાલ આંખ કરી આવીજ કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે.

error: Content is protected !!