Thursday, 18/04/2024
Dark Mode

દાહોદ:આદિવાસી બાહુલ્ય ધરાવતા આંતરિયાળ વિસ્તારોમાં વગર વ્યાજે સબસીડી વાળી લોન તેમજ બેરોજગાર યુવકોને નોકરી આપવાની લાલચ આપી ઠગાઈ કરતી લેભાગુ કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા”ગુજરાત જનરલ કામદાર એસોશીએશન”દ્વારા ઉચ્ચસ્તરે રજૂઆત કરાઈ

September 22, 2020
દાહોદ:આદિવાસી બાહુલ્ય ધરાવતા આંતરિયાળ વિસ્તારોમાં વગર વ્યાજે સબસીડી વાળી લોન તેમજ બેરોજગાર યુવકોને નોકરી આપવાની લાલચ આપી ઠગાઈ કરતી લેભાગુ કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા”ગુજરાત જનરલ કામદાર એસોશીએશન”દ્વારા ઉચ્ચસ્તરે રજૂઆત કરાઈ

   જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૨૨

કેટલીક સંસ્થાઓ દ્વારા આદિવાસી મહિલાઓને સબસીડીવાળી અને વગર વ્યાજની લોનની લોભામણી જાહેરાતો તેમજ શિક્ષઇત બેરોજગારોને નોકરીની લોભામણી લાલચ આપી હજારો ફોર્મ ભરાવી છેતરપીંડી કરતાં હોવાના આક્ષેપો સાથે ગુજરાત જનરલ કામદાર એસોશીએશન,દાહોદ દ્વારા આ સંદર્ભે ડી.એસ.પી.,દાહોદ સહિત ગાંધીનગર સુધી લેખિત અરજી કરી આવી લે ભાગુ સંસ્થાઓ સામે કાર્યવાહી કરી કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.
ગુજરાત જનરલ કામદાર એસોશીએસન,દાહોદ દ્વારા જણાવ્યા અનુસાર,  અમદાવાદ સહિત કેટલીક ટ્રસ્ટ અને સંસ્થાઓ દ્વારા લોભામણી જાહેરાતો તેમજ મીટીંગો કરી દાહોદ જિલ્લાની ગ્રામીણ અબુધ પ્રજાની વિધવા બહેનો, એસ.ટી.બહેનોને સહાય આપવામાં આવશે, એસ.ટી.,એસ.સી. બહેનોને ૪૦ ટકા સબડીસીડી, બક્ષીપંચ મહિલાઓને ૨૦ ટકા અને અન્ય મહિલાઓને ૧૦ ટકા સબસીડી આપવાની સાથે જેની સામે ૨ હજાર રૂપીયા ફી લેવાનું જણાવેલ હતુ અને આજની તારીખે આ ફોર્મ પર છાપેલું પણ છે. આ કામગીરીમાં એજન્ટો પણ ઉભા કરવામાં આવેલ છે અને તેઓને કમીશન તેમજ પગારની લાલચ પણ આપવામાં આવી રહી છે. એજન્ટો દ્વારા લોકોની બેન્કની વિગતો, આધાર કાર્ડ,પાન કાર્ડ, ઈલેક્શન કાર્ડ જેવા જરૂરી આધાર પુરાવાઓ પણ જમા કરાવવામાં આવી રહ્યા છે. આવી સંસ્થાઓ ટ્રસ્ટો દ્વારા આજદિન સુધી સહાય આપવામાં આવેલ નથી અને ગુજરાત રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર સુધી આવુ નેટવર્ક ચાલી રહ્યું છે અને ભોળીભાળી પ્રજા, ગરીબ પ્રજા સાથે છેતરપીંડી અને ઠગાઈ કઈ કરોડો રૂપીયા ઉઘરાવી લઈ ગુન્હો આચરતા હોવાના આક્ષેપો સાથે  ગુજરાત જનરલ કામદાર એસોશીએશન, દાહોદ દ્વારા આ સંદર્ભે  પોલીસ કમિશ્નરની કચેરી, અમદાવાદ, ગુજરાત રાજ્યના ડી.આઈ.જી.ડિવીઝનલ પોલીસ અધિક્ષક, પંચમહાલ, સીબીઆઈ હેડ ઓફીસ, નવી દિલ્હી સહિત ઉચ્ચર સ્તરીય અરજી કરવામાં આવેલ છે.

 

error: Content is protected !!