Monday, 25/10/2021
Dark Mode

વડોદરાના ટ્રાફિક પી.એસ.આઇએ દાહોદની પરણિતાનુ બે વખત અપહરણ કરી દુષ્કર્મ આચર્યું,લગ્નની લલચ આપી છુટાછેડા કરાવ્યા, બીજી વખત અપહરણ બાદ પરણિતાને પંચો સમક્ષ મૂકી જતો રહેતા પરિણીતાએ આખરે પોલીસના દ્વાર ખખડાવ્યા: પોલીસ ફરિયાદ નોંધાતા વડોદરાના પોલીસ બેડામાં ખળભળાટ

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

પ્રજાનો રક્ષક જ બન્યો ભક્ષક…. વડોદરાના ટ્રાફિક પી.એસ.આઇએ દાહોદની પરણિતાનુ બે વખત અપહરણ કરી દુષ્કર્મ આચર્યું,લગ્નની લલચ આપી છુટાછેડા કરાવ્યા, બીજી વખત અપહરણ બાદ પરણિતાને પંચો સમક્ષ મૂકી જતો રહેતા પરિણીતાએ આખરે પોલીસના દ્વાર ખખડાવ્યા: પોલીસ ફરિયાદ નોંધાતા વડોદરાના પોલીસ બેડામાં ખળભળાટ

દાહોદ તા.૩૧

વડોદરા મુકામે ટ્રાફિક પી.એસ.આઈ.એ દાહોદ તાલુકામાં રહેતી એક ૩૫ વર્ષીય પરણિતાને તેના પતિથી છુટાછેડા કરાવડાવી પોતાની પત્નિ તરીકે રાખવા સારૂ બે વખત અપહરણ કરી લઈ જઈ બીજી વખતના અપહરણ બાદ આ પરણિતાને તેના ગામમાં પંચો રૂબરૂ મુકી ગયો હતો. બંન્ને વખતના અપહરણ દરમ્યાન આ પરણિતા ઉપર આ ટ્રાફિક પી.એસ.આઈ. પરણિતાની મરજી વિરૂધ્ધ તેને જુદી જુદી જગ્યાએ ગોંધી રાખી શારિરીક સંબંધ બાંધતા પરણિતાએ ફરિયાદમાં ઉલ્લેખ કરતાં આ સંબંધે દાહોદ તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે. આ ફરિયાદને પગલે સમગ્ર વડોદરા પોલીસ બેડા સહિત જિલ્લા જિલ્લા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે.

ઉમેશ રામસીંગભાઈ નલવાયા (મુળ.રહેવાસી આંબલી, તા.ગરબાડા,જિ.દાહોદ) જે વડોદરામાં ટ્રાફિક પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવે છે. આ ટ્રાફિક પી.એસ.આઈ. ઉમેશને સને ૨૦૧૬ થી દાહોદ તાલુકામાં રહેતી એક ૩૫ વર્ષિય પરણિત મહિલા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આ પ્રેમસંબંધ બાદ પરણિતાને પટાવી ફોસલાવી પરણિતાના પતિ સાથે ઝઘડો તકરાર કરી આ ઉમેશે પરણિતાના છુટાછેડા કરાવી દીધા હતા. ઉમેશ પરણિત હોવા છતાં પણ બીજી પત્નિ તરીકે રાખવા સારૂ આ પરણિત મહિલાને પોતાની બીજી પત્નિ તરીકે રાખવા સારૂ તેના મીત્રોની મદદથી ફોર વ્હીલર ગાડીમાં આવી પરણિત મહિલાનું અપહરણ કરી લઈ નાસી ગયો હતો અને બળજબરી પુર્વક રાખી અસારવા ખાતે લગ્નની નોંધણી કરાવી હતી. બીજી વખત તા.૧૮.૦૭.૨૦૨૦ ના રોજ આ પરણિત મહિલાનું બીજી વખત બળજબરીપુર્વક અપહરણ કરી લઈ ગાડીમાં બેસાડી ઉમેશ તેના ફાર્મ હાઉસ પર લઈ ગયો હતો અને ત્યાથી અમીતનગરના મકાનમાં ગોંધી રાખી તા.૦૫.૦૮.૨૦૨૦ ના રોજ પરણિત મહિલાને ગરબાડાના બાવકા ગામે પંચોની રૂબરૂમાં છોડી ગયો હતો. બંન્ને વખતના અપહરણના બનાવમાં આ વડોદરાના ટ્રાફિક પી.એસ.આઈ. ઉમેશે આ મહિલા ઉપર તેણીની મરજી વિરૂધ્ધ શારિરીક સંબંધ બાંધ્યો હતો.
આ સમગ્ર પ્રકરણ બાદ દાહોદ તાલુકામાં રહેતી ૩૫ વર્ષીય પરણિતા અને દુષ્કર્મનો ભોગ બનેલ મહિલાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ઉપરોક્ત વડોદરાના ટ્રાફિક પી.એસ.આઈ. ઉમેશ રામસીંગ નલવાયા વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

error: Content is protected !!