Thursday, 28/03/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં સાવત્રિક વરસાદના પગલે જિલ્લાના જીવાદોરી સમાન 8 ડેમો પૈકી 6 ડેમો પૂર્ણ સપાટીથી ઓવરફ્લો:અન્ય બે પૂર્ણતાના આરે

દાહોદ જિલ્લામાં સાવત્રિક વરસાદના પગલે જિલ્લાના જીવાદોરી સમાન 8 ડેમો પૈકી 6 ડેમો પૂર્ણ સપાટીથી ઓવરફ્લો:અન્ય બે પૂર્ણતાના આરે
ફાઈલ તસ્વીર:-
જીગ્નેશ બારીયા/નીલ ડોડીયાર @ દાહોદ 
દાહોદ જિલ્લામાં સાવત્રિક મેઘ મહેર, જિલ્લામાં મેહુલિયો મન મૂકીને વરસતા જીવાદોરી સમાન 8 ડેમો પૈકી 6 ડેમો પૂર્ણ સપાટી સાથે ઓવરફલો, દાહોદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા,છેલ્લા બે દિવસ દરમિયાન વરસેલા વરસાદથી વાતાવરણમાં ટાઢક પ્રસરી, નદી,નાળા, તળાવો,કોતરોમાં પાણીથી છલોછલ જિલ્લામાં રતનમહાલ,ધાનપુર,બારીયા તેમજ દાહોદના આસપાસમાં  ધોધ શરુ થતાં નરનમ્ય દ્રશ્યો સર્જાયા,પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, 

દાહોદ તા.30

દાહોદ શહેર સહિત જિલ્લામાં મેઘરાજા છેલ્લા બે દિવસથી મન મુકીને વરસી રહ્યા છે. જ્યારે બીજી તરફ દાહોદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાથી તેમજ રસ્તાઓ પર પણ પાણીના જમાવડા સાથે અવર જવર કરતા તેમજ રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસતા વરસાદના પગલે દાહોદ જિલ્લામાં આવેલા મોટાભાગના ડેમો ભરાઈ ગયા છે અથવા તો પૂર્ણ થવાની નજીકમાં છે ત્યારે આજ સવાર સુધીમાં દાહોદ તાલુકામાં લગભગ 80 ટકા વરસાદ ફરી વળ્યો હતો.

રાજ્ય સરકાર હવામાન વિભાગ દ્વારા આજરોજ એટલે કે,તારીખ ૩૦મી ઓગસ્ટના રોજ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે તથા અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી. આ આગાહીના પગલે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું હતું ત્યારે ગતરોજ તારીખ ૨૯મી મધ્યરાત્રિના સમયથી જ દાહોદ શહેર સહિત જિલ્લામાં વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું અને ગઈકાલે  વહેલી સવારે  પણ સતત વરસાદ વરસી રહ્યો હતો. દાહોદ જિલ્લામાં આવેલ કેટલાક ડેમો પૂર્ણ ભરાઈ જવાને પગલે આસપાસના વિસ્તારોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા જોખમી પાણીના પ્રવાહની નજીક બિનજરૂરી મુલાકાત નહીં લેવા જણાવ્યું હતું. દાહોદ જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા પ્રમાણે પાટણ, મહેસાણા, દાહોદ, સરવલી, પંચમહાલ, ખેડા, મહિસાગર જિલ્લામાં આગામી કેટલાક કલાક દરમિયાન મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

ફાઈલ તસ્વીર :-
ફાઈલ તસ્વીર :-દાહોદ

દાહોદ જિલ્લાના વિવિધ ડેમોની સપાટી (31.08.2020)

  • પાટાડુંગરી ડેમ 170.93 મીટરની સપાટી સાથે ઓવરફલો
  • માછલનાળા ડેમ 277.80 ની પૂર્ણ સપાટી સાથે ઓવરફલો
  • કાળી – 2 ડેમની 257.20 ની પૂર્ણ સપાટી સાથે ઓવરફલો,
  • ઉમરીયા ડેમ 280.25ની સપાટી સાથે ઓવરફલો,
  • અદલવાડા ડેમ  237.30,ની પૂર્ણ સપાટી સાથે ઓવરફલો
  • કબૂતરી ડેમ 186.45 ની પૂર્ણ સપાટી સાથે ઓવરફલો
  • વાલ્કેશ્વર ડેમ 223.58 ની પૂર્ણ સપાટી 222.57 મીટર 
  • હડફ ડેમની પૂર્ણ સપાટી 166.00 અને હાલ ની સપાટી પણ 166.00 મીટરમાં

જોકે ઉપરોક્ત કેટલાક ડેમોની પાણીની સપાટી ઉપર આવતા આસપાસના રહેણાંક તેમજ ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે.

error: Content is protected !!