ફતેપુરા નગરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા પંથકમાં ખળભળાટ
ફતેપુરા તા.20
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં ઝાલોદ રોડ પર રહેતા એક જ પરિવારના સભ્યોને તેમજ નાયકવાડામાં રહેતા એક ઈસમને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા પંથકમાં ખળભળાટ મચી જવા પામેલ છે.ફતેપુરા નગરના ઝાલોદ રોડ પર રહેતા 1 રમેશભાઈ અગ્રવાલ ઉંમર વર્ષ આશરે ૬૪ તેઓની પુત્રવધુ 2 નિશાબેન અગ્રવાલ ઉંમર વર્ષ આશરે ૩૧ તેમજ પૌત્ર 3 કાર્તિક અગ્રવાલ ઉંમર વર્ષ ૮ એક જ પરિવારના ૩ સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે.અને આ એક જ કુટુંબના ત્રણ સભ્યો સારવાર અર્થે અમદાવાદ દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા છે.જ્યારે નગરના નાયક વાડા વિસ્તારમાં રહેતા હાતીમભાઈ ટીનવાલા ને પણ કોરોના પોઝિટિવ હોય તેઓ સંતરામપુર દવાખાનામાં સારવાર લઈ રહેલ હોવાનું જાણવા મળેલ છે નગરમાં ચાર કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામેલ છે