Friday, 22/11/2024
Dark Mode

ફતેપુરા તાલુકામાં ખાતરની કૃત્રિમ અછતના કારણે ખેતી પાકો નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતો ચિંતિત.ટ્રાયબલ સબપ્લાન દ્વારા અપાતા ખાતર બિયારણમાં સાચા ખેડૂતોને અન્યાય થતો હોવાની બૂમો.

ફતેપુરા તાલુકામાં ખાતરની કૃત્રિમ અછતના કારણે ખેતી પાકો નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતો ચિંતિત.ટ્રાયબલ સબપ્લાન દ્વારા અપાતા ખાતર બિયારણમાં સાચા ખેડૂતોને અન્યાય થતો હોવાની બૂમો.

 શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા 

ફતેપુરા તાલુકામાં ખાતરની કૃત્રિમ અછતના કારણે ખેતી પાકો નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતો ચિંતિત.ટ્રાયબલ સબપ્લાન દ્વારા અપાતા ખાતર બિયારણમાં સાચા ખેડૂતોને અન્યાય થતો હોવાની બૂમો.

 ફતેપુરા,તા.૨૨

ફતેપુરા તાલુકામાં ચોમાસુ સિઝન દરમિયાન દર વર્ષે ખેડૂતોને ખેતીમાં ખાતરની જરૂરિયાતના સમયે જ ખાતરની કુત્રિમ અછત ઊભી કરાતા સમયસર ખેડૂતો ખેતીમાં ખાતર આપી શકતા ન હોય ખેતી પાકોની ઉપજમાં મોટો ફટકો પડે છે.તેવી જ રીતે ચાલુ વર્ષે પણ ખેતીમાં ખાતર આપવાના સમયે ખાતરની કૃત્રિમ અછત ઉભી થયેલ જોવા મળે છે.જ્યારે જે ખેડૂતોને ટ્રાયબલ સબપ્લાન દ્વારા રાહત દરે ખાતર બિયારણ આપવામાં આવે છે,તે પણ મોડે મોડે શરૂ કરવામાં આવેલ છે.અને તેમાં પણ અનેક સાચા લાભાર્થીઓને બાદ કરી આ ખાતર બિયારણ વિતરણ કરવામાં આવી રહ્યુ હોવાનું પણ બૂમો ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત અનુસાર ફતેપુરા તાલુકામાં ચાલુ વર્ષે ૧૦ જૂનના રોજ વરસાદનું આગમન થતાં મોટાભાગના ખેડૂતોએ મકાઈ,તુવર,ડાંગરના ધરૂ જેવા પાકોની ખેતીવાડીના કામમાં જોતરાઈ ચૂક્યા હતા.ત્યારબાદ થોડા- થોડા સમયના અંતરે સામાન્ય વરસાદી ઝાપટાં થતા રહેતાં વાવણી કરેલ ખેતી પાકો જેમતેમ બચી રહ્યા છે.જોકે હજી ફતેપુરા તાલુકામાં સારો કહી શકાય તેવા વરસાદનું આગમન થયું નથી.પરંતુ મકાઈ જેવા પાકોમાં હાલના સમયે ખાતર મુકવાની ખૂબ જરૂરિયાત છે,તેવાજ સમયે ખાતરની તંગી જોવા મળે છે. જોકે સુખસરમાં સરકાર માન્ય એગ્રો સેન્ટરોમાં ખાતર આવે છે તે ખાતર માત્ર કલાક બે કલાક વેચાણ કરી બંધ કરી દેવામાં આવે છે તેમજ ખેડૂતો દ્વારા થતી ચર્ચા મુજબ ખાતરની એક થેલી નો ભાવ રૂપિયા ૨૭૦ છે.તેજ ખાતરના સરકાર માન્ય એગ્રો સેન્ટરમાં ૩૫૦.સુધીના ભાવ વસુલાત કરવામાં આવી રહ્યા છે. જ્યારે આ જ ખાતર ખાનગી વેપારીને ત્યાં રૂપિયા ૪૫૦ સુધીના ઊંચા ભાવે વેચાણ થતું હોવાનું જાણવા મળે છે. ત્યારે સરકાર માન્ય એગ્રો સેન્ટર તથા ખાનગી વેપારીઓ ખેડૂતો પાસેથી વધુ ભાવો વસૂલ કરતા હોવા છતાં લાગતા-વળગતા તંત્ર દ્વારા પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનું અને ખેડૂતો માટે મગરના આંસુ સારતા ખેડૂત સંગઠનો પણ ક્યાંય અદ્રશ્ય થઇ ગયા હોવાનું અને જરૂર પડ્યે મોટા ભાષણો આપવા આગળ આવતા હોય તેવું પણ હાલના સમયે જણાઈ રહ્યું છે. એક બાજુ વરસાદ હાથતાળી આપી રહ્યો છે ત્યારે હાલ ખેડૂતો ભગવાન ભરોસે ખેતીની ઉપજ મેળવવા માટે મથામણ કરી રહ્યા હોવાનું જોવા મળે છે. અને તેવા જ સમયે સરકાર માન્ય એગ્રો સેન્ટરો સહિત ખાનગી વેપારીઓ ખેડૂતોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવે તે કેટલા અંશે વ્યાજબી ગણાય? શું તકવાદી લોકો માટે શોષણ કરવા ગરીબો અને ખેડૂતોને કમાણીનું સાધન બનાવી કમાઈ લેવા માટે પરવાનગી મેળવી લીધી છે? અહીંયા ખાસ ઉલ્લેખનીય છે કે, ગરીબ ખેડૂત લાભાર્થીઓને ટ્રાયબલ સબ પ્લાન દ્વારા રૂપિયા ૫૦૦ ના રાહત દરે ખાતર તથા બિયારણનું વિતરણ કરવામાં આવે છે.જેમાં પણ વર્ષોવર્ષ મોટા ભાગના બોગસ ખેડૂતોના નામે આ બિયારણ,ખાતર આપવામાં આવી રહ્યું હોવાની બૂમો ઉઠવા પામી હતી.તેનું પુનરાવર્તન ચાલુ વર્ષે પણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે.તેમાં જે સાચા ખેડૂત લાભાર્થીઓ છે તેઓ પૈકી મોટાભાગના જરૂરિયાતમંદ ખેડૂત લાભાર્થીઓને બાદ કરી આ ખાતરનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાની ચર્ચાઓ પણ સાંભળવા મળી રહી છે. તેમાં કેટલાક પસંદગી પામેલા લાભાર્થીઓ ખેડૂત ખાતેદારો ન હોવા છતાં તેઓના નામે યાદી તૈયાર કરી ખાતર વિતરણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે ખાતર તથા બિયારણ મેળવવા માટે મર્યાદિત ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.તેમાં આ ફોર્મ સરપંચ,તાલુકા-જિલ્લા સભ્ય તાલુકા- જિલ્લા પ્રમુખ જેવા લોકોને આ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.અને તે ફોર્મ ભરી પરત જમા કરાવ્યા બાદ તેમાંથી મોટાભાગના ફોર્મ રદ કરવામાં આવ્યા હોવાનું અને કેટલાક બિન ખાતેદાર લોકોના નામે વધારાના ફોર્મ ભરી મોકલી અપાતા કાયદેસર આપેલા ફોર્મ કરતાં બિનખાતેદાર લોકોના નામે ખાતર તથા બિયારણ આપવા યાદી તૈયાર કરી તાલુકા કક્ષા એ મોકલી ખાતર તથા બિયારણનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવા ની ચર્ચા પણ સાંભળવા મળી રહી છે. તેમજ એક જ ખાતેદારને તેના ઘરના અન્ય સભ્યો સભ્યોના નામે કે જેઓ ખાતેદાર ન હોય તેઓના નામે પણ આ કીટનું વિતરણ કરવા યાદી તૈયાર કરવામાં આવી હોવાની તેમજ કાયદેસર ફોર્મનું વિતરણ કર્યા બાદ વધારાના ફોર્મ આવ્યા ક્યાંથી ? અને યાદી કયા આધારે તૈયાર કરવામાં આવી છે તે પણ એક તપાસનો વિષય છે.ત્યારે સરકાર દ્વારા રાહત દરે જે-જે ખેડૂત લાભાર્થીઓને ખાતર તથા બિયારણનું વિતરણ કરવામાં આવ્યું છે તેની ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો તેમાં ગંભીર ગોટાળા બહાર આવી શકે તેમાં પણ કોઈ શંકા નથી.
ફતેપુરા તાલુકાના ખેડૂતો સાથે સંકળાયેલા સરકારી વહીવટીતંત્ર સહી ત ખેડૂત સંગઠનોએ ખેડૂતોને ખેતીની જરૂરિયાત સમયે ખાતર,બિયારણ સમયસર અને નિયમો મુજબ મળી રહે તેના માટે સજાગતા રાખી ખૂબ જ જરૂરી જણાય છે.નહીંતો જગતના તાત ગણાતા ખેડૂતોના પગ કપાશે તો પ્રજા તો ભૂખે મરશે,પરંતુ દેશ દેવાદાર બનશે તે ભૂલવું ના જોઈએ.

error: Content is protected !!